તા.૦૪.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક
દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એક દિવસની શિક્ષકની ભૂમિકા ભજવી હતી શાળાના આચાર્ય મહેશભાઈ પંચાલ અને શિક્ષક સ્ટાફ દ્વારા શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું દાહોદ પરેલ વિસ્તારમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી