અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
સ્તનપાન શીશુ માટે છે વરદાન !! “અમૃતપાન અભિયાન”
અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે “અમૃતપાન અભિયાન” અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા નવતર પહેલ
માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ટ્રાયબલ તાલુકા ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં માતાનું પ્રથમ ધાવણ (કોલોસ્ટ્રમ) ની અગત્યતા અને પ્રથમ છ માસ સુધી ફક્ત અને ફક્ત માતાના ધાવણના ફાયદા અને બાળકના સર્વાંગી વિકાસ માટે ધાવણ આપવાની યોગ્ય પદ્ધતિની સમજણ દરેક માતા સુધી પહોંચે તે માટે ફ્લિપબુક દ્વારા આરોગ્ય શિક્ષણ, વ્યક્તિગત સંપર્ક કરી વર્તનમાં પરિવર્તન લાવી શકાય અને એક સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ થાય તે હેતુસર માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ “અમૃતપાન અભિયાન” અંતર્ગત છ માસ સુધી માત્ર માતાનું ધાવણ અને છ માસ બાદ પુરક આહાર, પોષણમાં સ્વચ્છતા અંગે આરોગ્યના કર્મચારી પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરી સતત શિક્ષિત કરતા હોય છે. ગૃહ મુલાકાતમાં બાળકનું વજન,લંબાઈ અને બાવડાનું માપ લઇ વૃદ્ધિ વિકાસ અંગે સુધારો થયેલ છે કે કેમ તે અંગે તજજ્ઞો દ્વારા સતત સુપરવિઝન કરી જે બાળકોના વજનમાં અપેક્ષિત વધારો ન નોંધાતો હોય તેવા બાળકોના વૃદ્ધિ વિકાસ અંગે સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞોની ટીમ દ્વારા પૂરક આહાર અંગે સઘન ફોલોઅપ અને આયુષ્યમાન આરોગ્ય મંદિરો અને સામુદાયિક સમીક્ષા બેઠકો યોજવામાં આવી.
પુરક આહારના સાત મુખ્ય સંદેશા ૧. છ મહિના પુરા થાય ત્યારે પુરક આહાર શરુ કરવો . ૨.ખોરાકને પાતળો ન બનાવો (દાળનું પાણી નહિ,દાળ આપો.) ૩.દિવસમાં ૪ થી ૬ વાર ખવડાવવું. ૪.ખોરાકમાં તેલ,ઘી ઉમેરો. ૫.લાલ અને લીલાંખાદ્ય પદાર્થો આપો, ખોરાક જેટલો વધુ લાલ અને લીલો તેટલો વધુ સારો. ૬.દૂધ ૭.માંદગી દરમિયાન ખોરાક આપવાનું ચાલુ રાખો અને માંદગી પછી જરૂરીયાત પ્રમાણે અધિક ખોરાક આપો. અને ૭ ખાદ્ય જૂથો અનાજ,કઠોર,દૂધની બનાવટો (દહીં,છાશ,પનીર,ચીઝ,માખણ),ધી,તેલ,લીલા પાંદડાવાળા અને અન્ય શાકભાજી,ફળો જેવા ફૂડ ગ્રુપની વિવિધ વાનગીઓ બનાવી તેનું નિદર્શન,સ્વચ્છતા વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે.આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈ માતા,સાસુ-વહુ,નણંદ તથા ઘરના સભ્યોને સ્તનપાનની નવી સુધારેલી ક્રોસ કેડલ પદ્ધતિના ફાયદા, ખોટી ગેરમાન્યતા, અંધશ્રદ્ધા અંગે સાચું આરોગ્ય શિક્ષણ. જિલ્લામાં આરોગ્ય સેવાઓ અંગે સામાજિક વ્યવહાર પરિવર્તન SBCC કરી આરોગ્યના વિવિધ કાર્યક્રમો પરત્વે જન-જાગૃતિના સારા પરિણામ અર્થે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.