GUJARAT

બોડેલી બીઆરસી ભવન ખાતે આઇસીડીએસ વિભાગ દ્વારા “પોષ્ટિક વાનગી સ્પર્ધા” યોજાઈ

મુકેશ પરમાર,,નસવાડી
પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત આઇસીડીએસ વિભાગ દ્વારા બોડેલી ઘટક કક્ષાએ બીઆરસી ભવન બોડેલી ખાતે ‘પોષ્ટિક વાનગી સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICDS દ્વારા સગર્ભા અને ધાત્રી માતા, આંગણવાડી તેડાગર તેમજ કાર્યકર દ્વારા મિલેટ્સ તેમજ THR માંથી પોષણયુક્ત વિવિધ વાનગી બનાવી લાભાર્થીને પોષણનું મહત્વ તેમજ THRનું મહત્ત્વ સમજાવી પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. પોષ્ટિક વાનગી સ્પર્ધામાં વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે બોડેલી પ્રાંતશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સીડીપીઓશ્રી, સગર્ભા/ધાત્રી માતા, BNM, PSE તથા મુખ્ય સેવિકા બહેનો અને ગામના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!