“નારી વંદન ઉત્સવ” થીમ સાથે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું નસવાડી ખાતે આયોજન

મુકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ITI કોલેજ ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા “નારી વંદન ઉત્સવ” થીમ સાથે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ સ્વરોજગાર મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હીનાબેન ચૌધરી દ્વારા રોજગારલક્ષી નવી ટેકનીકલ કાર્ય પદ્ધતિ પસંદ કરવા તથા અત્યારના સમયની જરૂરિયાત અનુસાર શિક્ષણના કોર્ષ પસંદ કરવા. તેમજ ITI Copa, MSW જેવા ઉચ્ચ અભ્યાસ કરવા અંગે બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ITI કોલેજ નસવાડીના પ્રિન્સીપાલશ્રી.એમ.એમ. રાઠવા દ્વારા ITI કોલેજમાં ચાલતા વિવિધ કોર્ષ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા મિશન કો- ઓડીનેટર વૈધ ચેતનાબેન દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ચાલતી સરકારશ્રી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ સ્વરોજગાર મેળામાં વડોદરાની સી.આઈ.આઈ. અને ગોધરાની કેરવેલ કંપની દ્વારા ૨૫૦ લાભાર્થીમાંથી ૬૦ બહેનોને નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી. તેમજ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ૫ ફોર્મ ભરાયા હતા. આ સ્વરોજગાર મેળામાં તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી રાજુભાઈ, રોજગાર કચેરીમાંથી રઘુભાઈ, OSC સેન્ટરના ઇન્દિરાબેન, OSC સેન્ટરના કેસ વર્કર ચાંદનીબેન તેમ જ મહિલા અને બાળના કર્મચારી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





