
જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર શ્રી તેજસ પરમારના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વછતા એકમ/વાસ્મો સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઘરે ઘરે પાઈપલાઈન જોડાણ, ઊંચી ટાંકી નિર્માણ, પમ્પિંગ મશીનરી, પાણીના લીકેજ જ્યાં હોય ત્યાં તાત્કાલિક રિપેરિંગ હાથ ધરવા,જર્જરીત ટાંકીના સર્વેની કામગીરી, લિક્વિડ વેસ્ટ અને સોલિડ વેસ્ટનું નિયમિત વર્ગીકરણ કરવામાં આવે, વોટર ક્લોરિનેશન કામગીરી નિયમિત રીતે થાય, ક્લોરિન ટેબલેટ અને બ્લીચીંગ પાવડરનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવે, ૧૯૧૬ વાસ્મો હેલ્પલાઇન નંબર પર આવતી ફરિયાદોનું સચોટ નિરાકરણ થાય, વિવિધ વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવણી, ગ્રે વોટર ટેસ્ટિંગ રિપોર્ટ, કચરા માટેની સામુહિક કમ્પોસ્ટ પીટનું નિર્માણ, શોક પીટનું નિર્માણ, ઘરે ઘરે વ્યક્તિગત શૌચાલયો બને, પાણીની મોટર મુકાવવી, બોર બનાવવા, હેન્ડ પમ્પ બનાવવા- આમ વિકાસલક્ષી વિવિધ મુદ્દાની વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉકત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી.પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




