RAJKOTRAJKOT CITY / TALUKO
ભાજપના મંત્રીની નંબર પ્લેટ ધરાવતી કારમાંથી દારૂની બોટલ મળી
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તામાં પોલીસ ચેકિંગમાં હતી આ દરમિયાન ભાજપના મંત્રી લખેલી એક કાર ત્યાંથી નીકળી હતી. પોલીસે કારને રોકીને ચેકિંગ કરતા કારમાંથી દારૂની એક બોટલ મળી આવી હતી.
સુરેશ વાલજી મકવાણા નામનો શખ્સ કારમાં ભાજપ મંત્રીની પ્લેટ સાથે પોલીસ સામે રોફ જમાવતો જોવા મળ્યો હતો.જોકે, પોલીસે શખ્સ પાસે ભાજપનું સભ્ય કાર્ડ માંગતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસ રોકે નહીં તે માટે કારમાં ભાજપના મંત્રી લખેલી પ્લેટ રાખતો હોવાનું શખ્સે કબુલ્યું હતું.બી ડિવિઝન પોલીસે શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.