BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ભાવનગરની દીકરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ભારત મંડપમ, દિલ્હી ખાતે પ્રેઝન્ટેશન રજૂ કર્યું..

ભાવનગર : ખેલ અને યુવા મંત્રાલય ભારત સરકાર દ્વારા યોજાયેલ વિકસિત ભારત યુવા નેતા સંવાદ રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં 2025માં ભાવનગરની દીકરી ધ્વનિ રાજ્યગુરુએ 850 જેટલા વક્તાઓમાંથી પસંદગી પામી ભવ્ય ભારત મંડપમ, દિલ્હી ખાતે વિકસિત ભારત યંગ લીડર ડાયલોગના ઉદ્ઘોષક તરીકે ભૂમિકા ભજવી હતી. તેમજ આ ઉપરાંત પ્રધાનમંત્રી સમક્ષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે વક્તવ્ય આપ્યું હતું.
         વિકસિત ભારત તરફની ભારતની સફરની જે ભારત મંડપમ G20 સમિટનું સાક્ષી રહ્યું છે, એ સ્થળ ઉપર પ્રધાનમંત્રીશ્રી સાથે ચર્ચા કરવા માટે સમગ્ર ભારતમાંથી 30 લાખ જેટલા યુવાઓએ ભાગ લીધો હતો, જેમાં પાંચ અલગ અલગ ચરણમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાષ્ટ્રીય સ્તરે મહિલા સશકતીકરણ વિષય પર 28 રાજ્ય અને 8 કેન્દ્રશાષિત પ્રદેશનાં કુલ 108 જેટલાં પ્રતિભાગીમાં પ્રથમ સ્થાન મેળવી રાષ્ટ્રીય કક્ષાએ પ્રધાનમંત્રીશ્રી સમક્ષ 10 થીમ ઉપર પીપીટી પ્રેઝન્ટેશન માટે જે અંતિમ 20 સ્વપ્નદ્રષ્ટા યુવાઓ પસંદ થયા હતા તેમાં ગુજરાતમાંથી ભાવેણાની ધ્વનિએ પસંદગી પામી “મહિલા સશક્તિકરણ અને સામાજિક સંકેતકોમાં સુધાર” વિષય ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ 10 મિનિટનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન સાથે વક્તવ્ય આપ્યું હતું. જેને પ્રધાનમંત્રી અને ખેલ- યુવામંત્રી મનસુખ માંડવીયાએ બિરદાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!