DAHOD CITY / TALUKO

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન  યોગસેવકના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ.ટી.આઈ જેસાવાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું 

તા.૨૭.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ચેરમેન  યોગસેવકના માર્ગદર્શન હેઠળ સરકારી આઈ.ટી.આઈ જેસાવાડા ખાતે યોગ સંવાદનુ આયોજન કરવામાં આવ્યું

મુખ્ય વક્તા પિન્કીબેન મેકવાન નાઓ દ્વારા યોગ બોર્ડ ના માળખા વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી તેમજ યોગ કરવાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી અને યોગ ટ્રેનર બનવા માટે તાલીમાર્થીઓને આહવાન કરવામાં આવ્યું. ઝોન સોશ્યિલ મીડિયા કોર્ડિંનેટર સોનલબેન દરજીનાઓ દ્વારા યોગ બોર્ડ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ કાર્યક્રમ, સ્વાસ્થ્ય માટેના વિડિઓ, લોક જાગૃતિ વિગેરે વિશે માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમ માં જિલ્લા કોર્ડિંનેટર ધુળાભાઈ પારગી દ્વારા યોગ સાથે જોડાવાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ યોગ ટ્રેનર બનવાથી વ્યક્તિત્વ વિકાસની માહિતી આપી.આ કાર્યક્રમના આયોજનમાં સરકારી આઈ. ટી. આઈ જેસાવાડા ખાતે ફરજ બજાવતા સંપૂર્ણ સ્ટાફ નો પૂરો સહયોગ રહ્યો તેમજ તમામ ઇન્સ્ટ્રક્ટર તેમજ લીમખેડા તાલુકા યોગ કોચ લાલાભાઇ સંગાડા, ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલકુમાર એલ પરમાર તેમજ મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!