દાહોદ સબ જેલમાં ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરસાહેબની ૧૩૫મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી

તા.૧૪.૦૪.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ સબ જેલમાં ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરસાહેબની ૧૩૫મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી
જેલોના પોલીસ મહાનિદેશક ડૉ.કે.એલ.એન.રાવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ) આર.પી.બારોટ સાહેબનાઓની સુચના અનુસાર આજરોજ દાહોદ સબ જેલમાં ભારતના મહાન સમાજસુધારક, બંધારણના મુખ્ય શિલ્પી, અર્થશાસ્ત્રી ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકરસાહેબની ૧૩૫મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી.આ પ્રસંગે જેલના સ્ટાફ કર્મચારીઓ તથા બંદીવાનો દ્વારા ડાૅ.બાબાસાહેબના આર્દશ, મુલ્યો અને જીવનને યાદ કરી તેઓને પુષ્પવંદન કરવામાં આવેલ. જેલના બંદિવાનોને ડૉ.ભીમરાવ આંબેડકરસાહેબના જીવન પરની એક શોર્ટ ફિલ્મ પણ બતાવવામાં આવેલ. આ પ્રસંગે જેલના અધિક્ષક એમ.એલ.ગમારાનાઓએ સમાજમાં સુધારા કરવામાં તથા ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે ભારતના પ્રથમ કાનુન મંત્રીને યાદ કરી તેઓના જીવનની સંઘર્ષગાથા બંદીવાને જણાવેલ એમ.એલ.ગમારા અધિક્ષક દાહોદ સબ જેલ ના ઉપસ્થિતી ઉજવણી કરવામાં આવી





