ARAVALLIDHANSURAMODASA

ધનસુરા-બાયડ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત – અકસ્માતને લઇ ટ્રાફિક જામ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ધનસુરા-બાયડ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે મોત – અકસ્માતને લઇ ટ્રાફિક જામ

અરવલ્લી જિલ્લાના ધનસુરા-બાયડ હાઈવે પર વાત્રક નદીના પુલ નજીક રવિવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાઈક અને ટ્રક વચ્ચે સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડેમાઈ ગામના મોટા મુવાડાના રહેવાસી ઉમેદ ઉર્ફે ભગવાન ઝાલા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે વાત્રક નદીના પુલ નજીક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઉમેદ ઉર્ફે ભગવાન ઝાલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્ર થયા હતા. ઘટનાને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તેમજ ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.આ દુર્ઘટનાના સમાચાર મળતા ડેમાઈ ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવકના અકાળે અવસાનથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું

Back to top button
error: Content is protected !!