INTERNATIONAL

સરકારે કરી જાહેરાત બાળક પેદા કરો અને 1 લાખ મેળવો…!!!

શિયાના કારેલિયામાં 25 વર્ષથી ઓછી ઉંમરની વિદ્યાર્થીનીઓને સ્વસ્થ બાળકને જન્મ આપવા બદલ 100,000 રશિયન રૂબલની ઓફર કરવામાં આવી છે.

શિયાના કારેલિયામાં ઘટતા જન્મદરને સુધારવા માટે આ નીતિ લાગુ કરવામાં આવી છે. આ યોજના 1 જાન્યુઆરીથી અમલમાં છે. આમાં માત્ર એ જ મહિલાઓ  પાત્ર હશે જેઓ સ્થાનિક યુનિવર્સિટી અથવા કોલેજમાં નિયમિત વિદ્યાર્થીની છે, 25 વર્ષથી ઓછી ઉંમરની છે અને કારેલિયાની રહેવાસી છે.

ક્ષેત્રીય કાયદા પ્રમાણે આ યોજના એ બાળકો પર લાગુ નહીં થશે જેઓ મૃત બાળકોને જન્મ આપે છે. જોકે, તેમાં એ ઉલ્લેખ નથી કે જો બાળક જન્મ પછી અચાનક મૃત્યુ પામે તો ચુકવણીની શું સ્થિતિ હશે. એવી જ રીતે જો બાળક વિકલાંગતા સાથે જન્મે છે, તો માતા આ ચુકવણી માટે પાત્ર રહેશે કે નહીં તે પણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું. આ ઉપરાંત બાળકોની સારસંભાળ અને ડિલીવરી આરોગ્ય ખર્ચમાં સહાયતા માટે વધારાની નાણાકીય સહાયનો પણ આ પોલીસીમાં કોઈ ઉલ્લેખ નથી.

આ પ્રકારની ઓફર આપનાર કારેલિયા એક માત્ર પ્રદેશ નથી. રશિયાની ઓછામાં ઓછી 11 અન્ય પ્રાદેશિક સરકારો પણ વિદ્યાર્થીનીઓને બાળકને જન્મ આપવા માટે પ્રોત્સાહન રકમ આપે છે. જોકે, નિષ્ણાતોએ આ પગલાને દૂરંદેશીનો અભાવ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, નવી માતાઓ માટે વધુ સારી સુરક્ષા અને આદર્શ આર્થિક સ્થિતિના અભાવે આ યોજના અસરકારક નહીં થશે.

રશિયામાં 2024ના પ્રથમ છ મહિનામાં માત્ર 5,99,600 બાળકોનો જન્મ થયો હતો, જે છેલ્લા 25 વર્ષમાં સૌથી ઓછો છે. આ આંકડો 2023ના સમાન સમયગાળા કરતા 16,000 ઓછો છે. જૂન મહિનામાં તો જન્મ દર ઐતિહાસિક રીતે 100,000થી નીચે આવી ગયો હતો. એક અહેવાલ પ્રમાણે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જુલાઈમાં કહ્યું હતું કે આ દેશના ભવિષ્ય માટે વિનાશક છે.

1990ના દાયકાની શરૂઆતમાં રશિયાની વસ્તી 148 મિલિયન હતી, જે હવે ઘટીને 146 મિલિયન રહી ગઈ છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે આ સંખ્યા 2100 સુધીમાં 74 મિલિયનથી 112 મિલિયનની વચ્ચે રહી શકે છે. આવા ટૂંકા ગાળાના પગલાં જન્મ દર વધારવા માટે પૂરતા ન હોઈ શકે, પરંતુ તે રશિયાના ગંભીર વસતી સંકટ તરફ ચોક્કસ ધ્યાન દોરે છે.

Back to top button
error: Content is protected !!