ધી એમ જી એસ હાઈસ્કૂલ કાલોલ પ્રા.શાળાનો માસિકચક્ર:સત્ય અને અંધશ્રદ્ધા પ્રોજેક્ટ માટે દ્રિતીય ક્રમાંક મેળવ્યો

તારીખ ૦૫/૦૧/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
લોક વિજ્ઞાન કેન્દ્ર પંચમહાલ અને અમૃત વિદ્યાલય કાલોલના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશન કાર્નિવલ આયોજન કરવામાં આવ્યું .જેમાં વિભાગ ૩ આરોગ્ય અને સુખાકારી ગ્રુપ ૭ થી ૯ જેમાં ધી એમ જી એસ હાઈસ્કૂલ કાલોલ ના પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પરમાર અવની, પરમાર સાક્ષી,પરમાર ભાવિકા, પટેલ જીયા જેવોના માર્ગદર્શક સિંધવ જયેશ મુકુંદરાય નો પ્રોજેક્ટ માસિકચક્ર: સત્ય અને અંધશ્રદ્ધા બીજો નંબર મેળવી ટ્રોફી અને સર્ટિફિકેટ મેળવ્યા. બાળ વૈજ્ઞાનિકોનો આ પ્રોજેક્ટ દ્વારા સ્ત્રીઓ માં થતા માસિક સ્ત્રાવ ની સમજ અને સમાજ માં ચાલી રહેલા અમુક રિવાજો ની પાછળ ના વૈજ્ઞાનિક કારણો ની સમજ આપી હતી. તમજ સમાજ માંથી આ કઈ રીતે દૂર કરી શકાય સકાય તે સમજાવ્યું.કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા ડૉ સુજાત વલી કે જે લોક વિજ્ઞાન કેદ્ર ના કાર્યકારી પ્રમુખ અને એક નામચીન સ્ત્રી રોગ નિષ્ણાત છે તેમજ ઘણા મહાનુભાવો એ ધી એમ જી એસ હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગ ના આ પ્રોજેક્ટની મુલાકાત લઇ બાળ વૈજ્ઞાનિકો સાથે વાર્તાલાપ કર્યો હતો.એજ્યુકેશન કાર્નિવલ માં જિલ્લામાંથી ૭૦ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાંથી ધી એમ જી એસ હાઈસ્કૂલ ના પ્રાથમિક વિભાગ ના વિદ્યાર્થીઓએ ગ્રેડ ૭ થી ૯ માં દ્રિતીય ક્રમાંક મેળવી પંચમહાલ જિલ્લા ની પ્રાથમિક શાળાઓનું નામ રોશન કર્યું છે.ઉલ્લેખનીય છે કેઆ ઉપરાંત જિલ્લા કક્ષા ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં વિભાગ ૧ ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા માં પણ આ વર્ષે ૨૦૨૪-૨૫ માં આ પ્રોજેક્ટ માસિકચક્ર:સત્ય અને અંધશ્રદ્ધા પ્રથમ ક્રમાંક મેળવી ને રાજ્ય માં ધી એમ જી એસ હાઈસ્કૂલ કાલોલ પંચમહાલ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરવાની છે.





