
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
જુગારીયાઓ ની મોસમ જાગી : મોડાસાની સહારા સોસાયટીના ખુલ્લા મેદાનમાં જુગાર રમતા 5 શકુનિઓને પોલીસે દબોચ્યા, 2 જુગારીઓ ફરાર
અરવલ્લી જીલ્લામાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે મોડાસા ટાઉન પોલીસને સહારા સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાં હારજીતની બાજી માંડી શકુનિઓ જુગાર રમતા હોવાની બાતમી મળતા તાબડતોડ સ્થળ પર પહોંચી મેદાનને કોર્ડન કરી રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી હતી પોલીસે પાંચ જુગારીઓને બે હજારથી વધુને રોકડ રકમ સાથે દબોચી લીધા હતા બે જુગારીઓ ફરાર થઈ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા મોડાસા ટાઉન પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા સહારા સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાં જુગારીઓ ટોળું વળી જુગાર રમતા હોવાની બાતમી મળતાં પોલીસ સહારા સોસાયટી નજીક ખુલ્લા મેદાનમાં પહોંચી જુગારીઓને કોર્ડન કરી ત્રાટકતા બિંદાસ્ત જુગાર રમતા ખેલીઓમાં નાસભાગ મચી હતી પોલીસે સ્થળ પર જુગાર રમતા 1)જુબેરહુસેન ઉર્ફે અજગર ઇકબાલહુસેન સુથાર (રહે,ગરીબ નવાજ સોસાયટી), 2)રિયાઝ ઉર્ફે રાજુ હસનભાઈ ટીંટોઈયા (રહે,હુસેની સોસાયટી),)3)આમીર ઉર્ફે બંકો સલીમભાઇ મનવા (રહે,મુસાબુલા સોસાયટી),4)જાવેદ ઉર્ફે જડ્ડુ મહમંદ જૈનુદ્દીન મલેક (રહે,સહારા સોસાયટી,મિલ્લતનગર),5)કાદરમિયાં ઉર્ફે મામુ બાદરમિયા જમાદાર (રહે,એકતાપાર્ક સોસાયટી)ને દબોચી લઇ હારજીત પર લગાડેલ અને શકુનિઓની અંગજડતી લેતા રૂ.2100/- જપ્ત કરી પોલીસ રેડ દરમિયાન ફરાર થઈ ગયેલ 1)અજરુદ્દીન કાદર કુશકીવાલા (રહે,મુસાબુલા સોસાયટી) અને 2)શોએબ ઇસ્માઇલ ભાઈ ઉર્ફે ચગણ (રહે,દરિયાઈ સોસાયટી) સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





