BANASKANTHAKANKREJ
કાંકરેજના થરા પોલીસ કર્મીની સરાહનીય કામગીરી
થરામાં પડાવ નાખીને રહેતા મોચી પરિવારની પ્રેગનેટ મહિલાને કરિયાણાની કીટ આપી સરહાનીય કામ કર્યુ.
———————————————-
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ચા ની કીટલી ઉપર પોલીસ કર્મચારી ચા પાણી કરવા બેઠા હતા તે સમયે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મૂળ રાજસ્થાની અને હાલ થરામાં પડાવ નાખી ને રહેતાં જ્યાં ત્યાં ફરી એમનું પેટીયું રડતા હીનાબેન નુરાભાઈ મોચી પ્રેગનેન્ટ હોવાથી થરા પોલીસ મથકના સેવાભાવી કોન્સ્ટેબલ દશરથસિંહ ઠાકોરે માનવતા દાખવી પરિવારને કરિયાણાની પૂરી કીટ આપી એક સેવાકીય કામ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કારિયાણાંનો સામાન મળતા પોલીસકર્મી દશરથસિંહ નો માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા