GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઇ.

તા.20/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિ ભાગ-1 અને 2ની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી સંકલન ભાગ-1ની બેઠકમાં વણોદ જીઆઈડીસીમાં પ્લોટ ફાળવણી, ઉપરીયાળા સબ સેન્ટરના નવા મકાનનું બાંધકામ, જમીનમાં ગેરકાયદેસર દબાણ, ધામા ગામે આવેલા સૌર ઊર્જા પ્લાન્ટને લગતા પ્રશ્નો, ધ્રાંગધ્રા સર્કિટ હાઉસ બાંધકામ, ધ્રાંગધ્રામાં મંજુર થયેલા પાણી અને રોડ-રસ્તાના કામો સહિતના પ્રશ્નો સંદર્ભે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી આ તકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ સુરેન્દ્રનગર જિલ્લો વિકાસના દરેકમાં માપદંડોમાં સમગ્ર દેશ અને રાજ્યમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે એ દિશામાં કાર્ય કરવા વહીવટી તંત્રના સૌ અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નો સંદર્ભે જિલ્લા કલેકટરએ આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપતા નિયત સમયમર્યાદામાં પ્રશ્નોનો નિકાલ કરવા સૂચના આપી હતી સંકલન ભાગ-2ની બેઠકમાં જિલ્લા કલેકટરએ સરકારી લેણાઓની બાકી વસૂલાત, કચેરીઓમાં થતી આર.ટી.આઈ, એ.જી.ઓડિટનાં બાકી પારા સહિત અનેકવિધ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ.જાલંધરા, સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!