BANASKANTHAPALANPUR

ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ ઉજવાયો

7 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી ડી .જે. એન મહેતા હાઇસ્કુલ જુના ડીસામાં ભારત વિકાસ પરિષદ મુખ્ય શાખા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદના મહેમાનો શ્રી જયેશભાઈ દેસાઈ, કાંતિભાઈ દોશી, નાથાલાલ બ્રહ્મ ક્ષત્રિય , કનુભાઈ આચાર્ય તેમજ દેવીન ભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.શાળાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રજાપતિ સુનિલભાઈ આર નું સન્માન કર્યું હતું. શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે રાઠોડ ફરદીન ડી નું તેમજ વિદ્યાર્થીની જોશી હિમાની એસ નું અભિવાદન કરવામાં આવ્યું હતું. સાહિત્યકાર કનુભાઈ આચાર્યએ વિદ્યાર્થીઓને ગુરુના જ્ઞાનનો મહિમા વિશે સરસ વર્ણન કરતું વક્તવ્ય કર્યું હતુ. શાળાના આચાર્યશ્રી પીવી મહેતા તમામ આવેલા મહેમાનોને બિરદાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી સી એન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!