BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરા: બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર, પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી

સમીર પટેલ, ભરૂચ

વાગરા ગ્રામ પંચાયતની સામે એક અજાણ્યા પુરુષની બિનવારસી લાશ મળી આવી હતી. જેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે વાગરા ગ્રામ પંચાયતની સામે આવેલ સાયકલ રીપેરીંગની દુકાન ચલાવતા દુકાનદાર પોતાની દુકાને આવતા ત્યાં એક વ્યક્તિ નીચે ધરી પડેલ અને તરફડીયા ખાતો હાલતમાં જણાય આવ્યો હતો. દુકાનદારે માનવતા દાખવી તુરંતજ તેને પાણી પીવડાવ્યું હતું. ત્યાર બાદ તેઓ તાબડતોબ પોલીસ સ્ટેશન ખાતે દોડી જઈ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું, કે મારી દુકાન પાસે કોઈ ઇસમ પડ્યું છે. અને તે તડપી રહ્યું છે. તેવું જણાવતા વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ જોતા ત્યા અજાણ્યો ઈસમ મૃત હાલતમાં પડેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે અજાણ્યા ઈસમના પાર્થિવદેહનો કબ્જો મેળવી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી મૃતકના પરિજનોને શોધવાની દિશામાં કવાયત હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!