ENTERTAINMENT

તમારા સીટબેલ્ટ બાંધી લો, કેમકે એન્ડપિક્ચર્સ પર આવવા માટે ‘ફ્લાઈટ’ તૈયાર છે!

~ એન્ડપિક્ચર્સ તૈયાર છે, ‘ફ્લાઈટ’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે 8મી માર્ચ રાત્રે 10 વાગે ~

તૈયાર થઈ જાઓ.. એન્ડપિક્ચર્સ લઇને આવી રહ્યું છે, સુરજ જોશી દ્વારા ડિરેક્ટ, મોહિત ચડ્ડા, શિબાની બેદી અને પવન મલ્હોત્રા દ્વારા ડિરેક્ટ ‘ફ્લાઈટ’નું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર લઇને 8મી માર્ચ રાત્રે 10 વાગે.
અદ્દભુત વીએફએક્સ શોટ્સથી લઇને દિલધડક સ્ટંટ સુધી, આ મૂવીએ તમને જકડી રાખવાનો વાયદો આપે છે, સાથોસાથ તમે પણ રણવીર મલ્હોત્રા (મોહિત ચડ્ડા)ની સાથે એક સસ્પેન્સ અને કરૂણ ઘટનાને ડીકોડ કરી શકશો, કેમકે તે તમામ અવરોધો સામે ટકી રહેવા માટે પ્લેનમાં ટકી રહેવા ઘાતક મુશ્કેલીઓનો પણ સામનો કરે છે.

રણવીરની કંપની દ્વારા ઉત્પાદિત પ્લેનના ક્રેશ બાદ ઘણા મુસાફરોનું મૃત્યુ થાય છે, તેના માટે તે કેસની તપાસ કરવાનું શરૂ કરે છે. કંપનીના અન્ય શેરહોલ્ડરોની ઇચ્છા વિરુદ્ધ તે હકિકતને સામે લાવવા માટે પ્રયત્ન કરે છે, મૂવીમાં એક કાવતરું પણ સામે આવે છે, જેમાં કંપનીના આંતરિક સભ્યો ખરાબ એવિએશનના ભાગોનો પૂરવઠો પૂરો પાડે છે. આ બાબત આબેહૂબ રીતે દર્શાવે છે કે, કઈ રીતે લોભ એ માનવીય લાગણીઓને ભ્રષ્ટ કરે છે અને વ્યક્તિગત રીતે પાત્રોનો લોભ નફા માટે પ્રમાણિક્તાનું બલિદાન આપે છે.

ફિલ્મમેકર સુરજ જોશી એ પ્લેનમાં ફસાયેલા અને જીવવા માટે ફાંફા મારતા એક વ્યક્તિની મુશ્કેલીને પણ અસરકારક રીતે દર્શાવી છે. પ્લોટલાઈન અત્યંત ચપળ અને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. બબિતા આશિવાલ અને સુરજ જોશી દ્વારા લેખિત આ ઘટના વાસ્તવિક્તામાંથી બહાર આવી છે. અન્ય કાસ્ટમાં પવન મલ્હોત્રા- બલરાજ તરીકે જોવા મળી રહ્યા છે, જેમને તેમના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને તેએઓ તેના પાત્રની આસપાસના જરૂરી રહસ્યને સારી રીતે જાળવી રાખ્યા છે. ઝાકીર હુસૈન એ મુખ્ય વિરોધી પાત્ર રમણ ખન્ના તરીકે વિરોધાભાષી પાત્રમાં ખૂબ જ વાસ્તવિક લાગી રહ્યો છે, જે રણવીરના દુર્દશા માટે જવાબદાર છે.

મોહિત ચડ્ડા કહે છે, “હું ‘ફ્લાઈટ’ની આકર્ષક વાર્તાને ટેલિવિઝનના દર્શકો સુધી લાવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. રણવીર મલ્હોત્રાનું પાત્ર મારા માટે ખૂબ જ પડકારજનક તેમ છતા રિવોર્ડિંગ અનુભવ બની રહ્યું છે. એક કલાકાર તરીકે, મારા માટે હંમેશા એવું પાત્ર કરવા માટે ઉત્સાહિત રહું છું, જે ફિલ્મમાં તેના ભાવનાત્મક ઉતાર-ચડાવમાંથી પસાર થતું હોય, એક સર્વાઇવલ ગાથામાં રણવીર જેવા પાત્રને કરવું એ એક સન્માનની વાત છે. હું આશા રાખું છું કે, દર્શકો પણ એટલો જ ઉત્સાહ અમારી સાથે અનુભવશે જે, અમે આ ફિલ્મને બનાવતી વખતે અનુભવ્યો છે.”

સદાબહાર કલાકાર પવન મલ્હોત્રા, કહે છે કે, ‘ફ્લાઈટ’માં કામ કરવાનો અનુભવ અદ્દભુત રહ્યો, ફિલ્મની કથા એ જેમ મને જકડી રાખ્યો છે, એ જ રીતે તેની રજૂઆતમાં આવતા વણાંકો દર્શકોને પણ એટલા જ સારી રીતે મૂવી સાથે જકડી રાખશે. મેં સલિમ લંગડે પે મત રો, ભાગ મિલખા ભાગ અને બ્લેક ફ્રાઈડે જેવા ઘણા રસપ્રદ કામ કર્યા છે અને આ અન્ય પાત્રની જેમ જ બલરાજના પાત્રમાં પણ ઘણા અલગ-અલગ સ્તરો છે. ‘ફ્લાઈટ’ એ વાર્તા કહેવાની શક્તિનો વારસો છે અને મને ગર્વ છે કે, હું આ રોમાંચક વાર્તાને સ્ક્રીન પર જીવંત કરવાનો એક ભાગ બન્યો છું.”

શિબાની બેદી કહે છે કે, ‘ફ્લાઈટ’માં રુખસાનાના પાત્રને જીવંત કરવાનો અનુભવ અત્યંત ઉત્સાહજનક સાથોસાથ પાત્રની માંગ પણ હતી. એટીસી ઓફિસર કેટલીક અરાજક્તામાં ફસાઈ જાય છે, આવા પાત્ર દરમિયાન રૂખસાનાના પાત્રએ મને શક્તિ અને વૈવિધ્યતા દર્શાવવાની એક અલગ જ તક આપી છે. વાર્તાની રજૂઆત દરમિયાન, ફિલ્મના ઊંડાણ અને સસ્પેન્સભર્યા વાતાવરણએ મને સંપૂર્ણપણે જકડી રાખ્યા છે અને હું ખરેખર આભારી છું કે, મને આવું અદ્દભુત પાત્ર નિભાવવાનો મોકો મળ્યો છે. આશા રાખું છું કે, દર્શકો રૂખસાનાના પ્રવાસ સાથે જોડાયેલા રહેશે, કેમકે ફ્લાઈટ તેમને અંત સુધી જકડી રાખવા તૈયાર છે.”

‘ફ્લાઈટ’ના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર સાથે રહસ્યને બહાર લાવવા માટે જોડાઓ એન્ડપિક્ચર્સ પર– 8મી માર્ચ, શુક્રવારે રાત્રે 10 વાગે!

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!