GUJARATMORBI

ગુજરાતી કંસારા જ્ઞાતિ સમૂહ લગ્ન ટ્રસ્ટ વઢવાણ તથા શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા સંયુક્ત ઉપક્રમે યુવક- યુવતી પરિચય મેળો યોજાયો..

ગુજરાતી કંસારા જ્ઞાતિ સમૂહ લગ્ન ટ્રસ્ટ વઢવાણ તથા શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થા સંયુક્ત ઉપક્રમે યુવક- યુવતી પરિચય મેળો યોજાયો..


હર્ષદરાય કંસારા ટંકારા: શ્રી ગુજરાતી કંસારા જ્ઞાતિ સમૂહ લગ્ન ટ્રસ્ટ વઢવાણ તથા શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યુવક- યુવતી પરિચય મેળો તારીખ 30 /7 /2023 રવિવારના રોજ શ્રી પંડિત દિન દયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ અને કોમ્યુનિટી હોલ અમદાવાદ ખાતે યોજાયેલ

શ્રી ગુજરાતી કંસારા જ્ઞાતિ સમૂહ લગ્ન ટ્રસ્ટ વઢવાણ ના પ્રમુખ શાંતિલાલ દેવચંદભાઈ કંસારા પાટડીવાળા, ઉપ પ્રમુખ વિનેશભાઈ રમણલાલ ખાખી , મંત્રી શૈલેષભાઈ ઈશ્વરલાલ કડવાણી ગુણવંતભાઇ નટવરલાલ ખાખી, ખજાનચી કિરણભાઈ લક્ષ્મીચંદભાઇ દંગી,તથા શ્રી કંસારા ઉત્કર્ષ સેવા સંસ્થાન ના સ્થાપક ટ્રસ્ટી મણીલાલ ભીખાલાલ કંસારા, ઉપ પ્રમુખ અનિલકુમાર પરસોતમદાસ ખાખી, મંત્રી પિયુષભાઈ નટવરલાલ કંસારા સંગઠન મંત્રી કિરણભાઈ લક્ષ્મિદાસ દંગી,જસવંતરાય વાડીલાલ કંસારા અમદાવાદ ના પ્રમુખ દ્વારા આયોજન કરાયેલ
પરિચય મેળાના કન્વીનર ગુણવંતરાય નટવરલાલ ખાખી સહ કન્વીનર તથા તેમની ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરાયેલ. આ પરિચય મેળામાં અતિથિ વિશેષ કંસારા અનિરુદ્ધભાઈ પાનાચંદ કંસારા અનિલભાઈ પરસોત્તમભાઈ તથા ખાસ આમંત્રિતો ગુજરાતના દરેક શહેરના કંસારા જ્ઞાતિના પ્રમુખો હોદેદારો ઉપસ્થિત રહેલ.
પ્રમુખ શ્યામલાલ પાટડિયા એ ઉષ્મા ભર્યું સ્વાગત કરતા જણાવેલ 1991 માં સમુહ લગ્ન ટ્રસ્ટ ની સ્થાપના થયેલ.25 વર્ષ થી સંસ્થા સાથે જોડાયેલ બે ટર્મ થી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું.આવા પરિચય મેળા સમુહ લગ્ન સામાજીક મેળાવડા પ્રસંગ માં ભાગ લેવાથી એકતા સંગઠન બની રહેશે. કંસારા સમાજ શૈક્ષણીક,સામાજિક, બૌધિક, આર્થિક રીતે મજબૂત બને અને આજની ટેકનોલોજી, આધુનિકતા સાથે સમાજ તાલ મેળવી ચાલે તે જરૂરી છે


પરિચય મેળાના કન્વીનર ગુણવંતરાય નટવરલાલ ખાખી એ ઉમેદવારો ને પ્રોત્સાહિત કરતા જણાવેલ સ્ટેજ પર દસ ડગલાં ચાલો પોતાનો પરિચય આપો અને મનગમતા જીવનસાથી પસંદ કરો.પરિચય મેળાનું ઉદ્ઘાટન પ્રાર્થના તથા દીપ પ્રાગટ્યથી કરાયેલ. આ પ્રસંગે મહેમાનો નું શાલ તથા ઉપરણા ઓઢાળી સ્વાગત કરાયેલ

આ પ્રસંગે કંસારા ઉત્કર્ષ મેરેજ બ્યુરોની વેબસાઈટ નું ઉદ્ઘાટન કરાયેલ તેમાં ઉમેદવારોની માહિતી વિના મુલ્યે અપલોડ કરાશે તથા વિના મુલ્યે ઉમેદવારોને પૂરી પડાસે .
આ પરીચય મેળામાં તમામ ગોળ ઘટક ના તેમજ રાજસ્થાન મધ્યપ્રદેશનાં ઉમેદવારોએ
ભાગ લીધેલ.દરેક ઉમેદવારને કંસારા જ્ઞાતિ પરિચય મેળો 2023 ની પરિચય પુસ્તિકા અપાયેલ. આ પરિચય મેળામાં કુલ 351 યુવક -યુક્તિઓ એ તથા તેના એક હજારથી વધુ વાલીઓએ ભાગ લીધેલ. ઉમેદવારોએ સ્ટેજ ઉપર આવી પોતાનો પરિચય આપેલ .
આ પરિચય મેળામાં 300 યુવકો સામે ફક્ત 50 જેટલી યુવતીઓ હતી તે પણ ડબલ ગ્રેજયુએટ અને નોકરિયાત હતી.કંસારા સમાજનો પોતાના દીકરાઓને માટે દીકરીઓ ક્યાંથી શોધવી તે વિરાટ પ્રશ્ન છે.આ પરિચય મેળામાં સેવા આપનાર બહેનો નું સન્માન કરાયેલ.
મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત ગુજરાત ના કંસારા આગેવાનો , પ્રમુખો ઉપસ્થિત રહેલ .સુભાષભાઈ દંગી વઢવાણ, સુરેશભાઈ શેઠ સુરેન્દ્રનગર, સુરેશભાઈ મનજીભાઈ શેઠ રાજકોટ, સંદીપભાઈ કંસારા મોરબી, બકુલભાઈ કંસારા લીમડી, દિનેશભાઈ કંસારા સિહોર, હસમુખભાઈ ગોરખીયા અમરેલી, મયુરભાઈ કરથીયા બરોડા, હિંમતભાઈ દંગી અમદાવાદ, મણીલાલ ભાઈ કંસારા અમદાવાદ, રાજુભાઈ સોલંકી, અંકિતભાઈ કંસારા રમેશભાઈ કંસારા ,યોગેશભાઈ કંસારા વિરમગામ, વિનોદભાઈ કંસારા અમદાવાદ, હરેશભાઈ કંસારા મહેસાણા, કનુભાઈ કંસારા માણસા, ગોવિંદભાઈ કંસારા નડિયાદ, નીતિનભાઈ કંસારા નવસારી, હરીશભાઈ કંસારા સિહોર, ઉપેન્દ્રભાઈ કંસારા ડભોઇ, જશવંતરાય કંસારા કપડવંજ, ગોપાલભાઈ કંસારા કપડવંજ, મનહરલાલ કંસારા ડુંગરપુર , ઈશ્વરસિંહ વર્મા કાનપુર ટંકારા તાલુકા પત્રકાર હર્ષદરાય કંસારાવિગેરે મહાનુભાવો સહિત ગુજરાત ભરમાં કંસારા જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહેલ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!