ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત ધોકડવા ગામ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
તેમા ધોકડવા ગામ ના દરેક સમાજ ના રાજકીય આગેવાનો તમાંમ પ્રકારના રાગદ્વેષ એક તરફ છોડી શોભાયાત્રા મા જોડાયા હતા

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે સમસ્ત ધોકડવા ગામ દ્વારા ભવ્ય જન્માષ્ટમી શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું
ધોકડવા ગામે ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં બલાડ માતાજી ના મંદિર થી બાલકૃષ્ણ નુ પુજન કરી શોભાયાત્રા નુ શુભારંભ કરવામાં આવ્યો હતો
તેમજ ધોકડવા ગામ ના દરેક સ્કૂલ ના બાળકો દ્વારા કલા ક્રુતિઓ રજુ કરવામાં આવી હતી તેમાં બાળકો ને મોબાઈલ થી દુર કેવી રીતે રાખી શકાય તેવા બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યા હતાં
તેમજ બાળકો દ્વારા અલગ અલગ વેશભુષા પહેરી ધોકડવા ગામને ગોકુળિયું ગામ બનાવ્યું હતું
ત્યારબાદ ધોકડવા ગામ ની બજારો ના દરેક ચોકમાં ડી.જે ના નાદ સાથે યુવાનો દ્વારા મટકી ફોડી હતી
ધોકડવા ગામ હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી ના નાદથી સમગ્ર ગામ ને કૃષ્ણમય બનાવ્યું હતું
તેમા ધોકડવા ગામ ના દરેક સમાજ ના રાજકીય આગેવાનો તમાંમ પ્રકારના રાગદ્વેષ એક તરફ છોડી શોભાયાત્રા મા જોડાયા હતા
અને અલગ અલગ પ્રકાર ના ટ્રેડીસ્નલ ડ્રેસ પહેરીને એકતા નું પ્રતીક બતાવ્યું હતું
આ ભવ્ય શોભયાત્રા માં બાળકો થી લઇ વડીલો.માતાઓ .અને યુવાનો બહોળી સંખ્યામાં જોડાઈ અને ધોકડવા ને ગોકુળિયું ગામ જેવું વાતાવરણ બનાવ્યું હતું