ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો માન્ય
આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડાના હરમડીયા ગામના મારા મારી કેસમાં આરોપીઓને નિર્દોષ છોડ્યા આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો માન્ય
આરોપીઓ તરફે યુવા ધારાશાસ્ત્રી એસ.એસ ઝવેરીની ધારદાર દલીલો
ગીર ગઢડા તા.ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામના રિજવાનાબેન રજાકભાઈ જોખીયાનાઓ તેમના સાસરા, સાસુ તથા દેરાણી સાથે બોલતાંના હોય ફરિયાદીનો નાનો દીકરો આરોપીઓનાં ઘરે રમવા જતો રહેતો હોય જેનું મનદુઃખ રાખી આરોપીઓએ લોખંડના સળીયા તથા લાકડી વડે ફરિયાદી તથા ફરિયાદીના પતિને માર મારી ફરિયાદીને હાથમાં ગંભીર ઈજા પહોંચાડી તેમજ ફરિયાદીના પતિને મૂઢ માર મારી આરોપીઓએ ભૂંડી ગાળો જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાબત ફરિયાદ કોડિનાર પોલીસ સ્ટેશનમાં આપેલ જે કેસ ગીર ગઢડા તાલુકાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલતા ફરિયાદ પક્ષ દ્વારા સાક્ષીઓ તપાસવામાં આવેલ હતા અને દસ્તાવેજી પુરાવાઓ સરકાર પક્ષ દ્વારા તપાસવામાં આવેલ હતા જે બાબતે આ તમામ સાક્ષી પુરાવાઓની આરોપીના યુવા એડવોકેટ એસ.એસ.ઝવેરી દ્વારા વિસ્તૃત ઉલટ તપાસ કરેલ અને સરકાર તરફે રજૂ થયેલ પુરાવાઓનું ખંડન કરેલ અને ત્યારબાદ આ કામે વિદ્વાન એપીપી દ્વારા લેખિત દલીલ રજૂ કરવામાં આવેલ હતી અને આ કામના આરોપીના યુવા એડવોકેટ શ્રી એસ એસ ઝવેરી દ્વારા પણ લેખિત દલીલ રજૂ કરવામાં આવેલ હતી અને વિગતવાર લેખિત દલીલ તથા મૌખિક દલીલ કરી અને કોર્ટનું ધ્યાન દોરેલ હતું કે આ કામે ફરિયાદ પક્ષ દ્વારા આ કેસ શંકાથી પર રહી પુરવાર કરવામાં આવેલ નથી ક્રિમિનલ જયુરિસપુડન્ટની જોગવાઈ મુજબ ફરિયાદીએ પોતાના પગ ઉપર ઉભા રહી તેનો કેસ શંકાથી પર પુરવાર કરેલ નથી ત્યારે બેનીફીટ ઓફ ધ ડાઉટ નો કેસ હોય આરોપીઓ તરફે એવી પણ દલીલ કરવામાં આવેલ હતી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવા અરજ કરેલ હતી. તેમજ વધુમાં દલીલમાં જણાવેલ કે, આ કામે ડોક્ટરને આપવામાં આવેલ કેસહિસ્ટ્રીમાં તલવાર વડે ઇજા પહોચાડ્યા નું જણાવેલ જ્યારે આ કામે કોઈ તલવાર જેવું મુદ્દામાલ કબજે કરવામાં આવેલ નથી તેવી રજૂઆત કરેલ હતી જેથી ગીર ગઢડા ના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં ચાલી જતા ગીર ગઢડાના ન્યાયાધીશ શ્રી એચ.એમ.વૈષ્ણવ સાહેબ દ્વારા આ કામે એસ.એસ ઝવેરીની લો તથા ફેક્ટ ઉપરની દલીલો તથા ફરિયાદીએ પોતાનો કેસ પોતાના પગ ઉપર ઉભા રહીને પુરવાર કરવાનો હોય ફરિયાદીના કેસને મેડિકલ પુરાવાથી લેશમાત્ર સમર્થન મળતું ન હોય અન્ય કોઈ પુરાવાથી સમર્થન ન મળતું હોય રજૂ થયેલા પુરાવા પણ એકબીજા થી વિપરીત હોય જેથી આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવા આદેશ કરેલ હતો. આ કામના આરોપીઓ સામે આઇપીસી કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬(૨) જીપીએકટ 135મુજબનો ગુનો દાખલ થયેલ હતો જેમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો થયેલ છે આ કેસ તાલુકા ભરમાં ચકચારી બનેલ હતો જેમા વિદ્વાન વકીલ એસ.એસ.ઝવેરી આરોપીઓ તરફે રોકાયેલ હતા.