GIR GADHADAGIR SOMNATH

૪૧ લાખના દારૂના કેસમાં ડી જી પી વિકાસ સહાયની મોટી કાર્યવાહી ગીર ગઢડાના પી આઈ વાય.બી.ચૌહાણ સસ્પેન્ડ  એસોજી ના  એ એસ આઈ સુભાષ ચાવડા ની ભુજ બદલી

૪૧ લાખના દારૂના કેસમાં ડી જી પી વિકાસ સહાયની મોટી કાર્યવાહી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

૪૧ લાખના દારૂના કેસમાં ડી જી પી વિકાસ સહાયની મોટી કાર્યવાહી
ગીર ગઢડાના પી આઈ વાય.બી.ચૌહાણ સસ્પેન્ડ  એસોજી ના  એ એસ આઈ સુભાષ ચાવડા ની ભુજ બદલી
ગીર સોમનાથ જિલ્લામાં દારૂની હેરાફેરી મામલે ડી જી પી વિકાસ સહાયે મોટી કાર્યવાહી કરી છે એસ.એમ.સી દ્વારા બેડીયા ગામમા કરવામાં આવેલી દરોડા ની કાર્યવાહીમાં ૪૧ લાખનો વિદેશી દારૂ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ કેસમા પોલીસ અને બુટલેગર વચ્ચે નું કનેક્શન પ્રબળ શક્યતા વચ્ચે ડી જી પી એ સીધી કાર્યવાહી કરી છે ગીર ગઢડા ના પી આઈ વાય બી ચૌહાણ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથેજ ઍસોજી બ્રાન્ચના એ એસ આઈ સુભાષ ચાવડા ની કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે એસ એમ સી એ દરોડા દરમિયાન ઝડપાયેલા બુટલેગરોના મોબાઈલ માથી પોલીસ સાથેના સંપર્ક ના ટેકનિકલ પુરાવા મેળવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે મહત્વની વાત એ છે કે આવી ગંભીર ઘટનામાં રેન્જ આઈ જી એ કોઈ કાર્યવાહી ન કરતા ડી જી પી વિકાસ સહાયે સીધા આદેશ આપ્યા છે ઈનચાર્જ એલ સી બી પી આઈ ને ચાર્જ છોડવાનો અને બદલી વાળા પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ પણ આપવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ઉના ગીર ગઢડા અને કોડીનાર પંથકમાં સ્થાનિક પોલીસ તંત્રની સાઠ ગાઠ સાથે વિદેશી દારૂ સહીત જુગાર ની ગેર કાયદેસર પ્રવૃત્તિઓ બેફામ પણ ચાલી રહયા ની વિગતો ડી જી પી વિકાસ સહાય સુધી પહોંચી હતી આ કેસમાં હજુ વધુ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શેકે તેમ છે

 

Back to top button
error: Content is protected !!