દેલવાડાની જીનલબેન વાઢેરે “પ્રેરણા ઉત્સવ”માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અભિનેતા અક્ષય કુમારની ઉપસ્થિતિએ વડનગર માં કાર્યક્રમ થયો હતો
વડનગરમાં આયોજિત એક ભવ્ય ભાવનાત્મક પ્રેરણા કાર્યક્રમ "પ્રેરણા ઉત્સવ"માં દેલવાડા ગામની જીનલબેન વાઢેરે પ્રથમ સ્થાન મેળવ્યું
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
દેલવાડાની જીનલબેન વાઢેરે “પ્રેરણા ઉત્સવ”માં પ્રથમ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અભિનેતા અક્ષય કુમારની ઉપસ્થિતિએ વડનગર માં કાર્યક્રમ થયો હતો
વડનગરમાં આયોજિત એક ભવ્ય ભાવનાત્મક પ્રેરણા કાર્યક્રમ “પ્રેરણા ઉત્સવ”માં દેલવાડા ગામની જીનલબેન વાઢેરે પ્રથમ સ્થાન મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર દેલવાડા ગામ અને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
આ ખાસ કાર્યક્રમમાં દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાથે ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા અક્ષય કુમારની પણ વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે જીનલબેનના ઉત્તમ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું, જે તમામ માટે પ્રેરણાદાયક રહ્યું.
જીનલબેનનું આ સિદ્ધિનું યાત્રા અન્યો માટે પણ માર્ગદર્શક બની છે. તેમના આત્મવિશ્વાસ, મહેનત અને પ્રતિભા એ આજે સમગ્ર સમાજ માટે ગર્વની બાબત બની છે.
દેલવાડા ગામ તેમજ સમગ્ર ગીર સોમનાથ જીલ્લા તરફથી જીનલબેનને અભિનંદન અને શુભકામનાઓ!