GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

આઈ.સી. ડી.એસ.ગીર ગઢડા ઘટક દ્વારા પોષણ માસ અંતર્ગત વાનગી સ્પર્ધા નું સુચારુ આયોજન કરવામાં આવેલું હતું

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા આઈ.સી.ડી.એસ. દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી

આઈ.સી. ડી.એસ.ગીર ગઢડા ઘટક દ્વારા પોષણ માસ અંતર્ગત વાનગી સ્પર્ધા નું સુચારુ આયોજન કરવામાં આવેલું હતું જેમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ટી.એસ.આર. અને મિલેટ (શ્રી અન્ન) માંથી બનાવેલ વિવિધ વાનગીઓ નું નિદર્શક કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં સહભાગી થવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભગવતીબેન પી સાંખટ.આઈ.સી. ડી એસ.ઓફિસ સ્ટાફ અને ગીર ગઢડા ઘટક ના કાર્યકર તેડાગર બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોઓ દ્વારા પોષણ ઉત્સવ કાર્યક્રમ વિશે અવગત કરવામાં આવેલ હતા તેમજ ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ના હસ્તે કુપોષિત બાળકો માટે પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
તાલુકા પંચાયત પ્રમુખશ્રી દ્વારા ટી.એસ.આર અને અને મલેટ (શ્રી અન્ન)માંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન કરી શ્રેષ્ઠ વાનગી બનાવનારને એક થી ત્રણ ક્રમ આપી નંબર મેળવેલ કાર્યકર તેડાગર બહેનોને હાજર મહેમાનોના વરદ હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમ સી.ડી.પી.ઓ ગીર ગઢડાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ .કચેરીના સમગ્ર સ્ટાફ એ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Back to top button
error: Content is protected !!