GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડાના મહોબતપરામાં પુલ નીચે છીછરા પાણીમાંથી મળેલા સિંહના મૃતદેહની ઘટનામાં સિંહનું વીજશોકથી મોત થયા બાદ પુરાવાનો નાશ કરવા માટે ત્યાં નાખી જવાનો પર્દાફાશ વન વિભાગે કર્યો .

ગીર ગઢડા ના નગડિયા ગામે ખેડૂતે વાડી ફરતે વીજ કરંટ લગવ્યો, સિંહના મોત બાદ ટ્રોલીમાં મૃતદેહ લઈ 10 કિમી દૂર મોબતપરામાં રાવલ નદી માં છીછરા પાણીમાં ફેક્યો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા ના નગડિયા ગામે ખેડૂતે વાડી ફરતે વીજ કરંટ લગવ્યો, સિંહના મોત બાદ ટ્રોલીમાં મૃતદેહ લઈ 10 કિમી દૂર મોબતપરામાં રાવલ નદી માં છીછરા પાણીમાં ફેક્યો

ખેતરમાં લગાવેલા વીજશોક થી સિંહ નું મોત.પુર માં તણાઈ જય તો પુરાવાનો નાશ થઈ જાય તેમ માની રાવલ નદી માં સિંહ નો મૃત દેહ ફેંકી દીધો

સિંહના મુખમાંથી લોહી પણ નીકળતુંહતું, વાડી માલિક અને તેના ભાગીદારને તંત્રે ઉઠાવી લીધા

ગીર ગઢડાના મહોબતપરામાં પુલ નીચે છીછરા પાણીમાંથી મળેલા સિંહના મૃતદેહની ઘટનામાં સિંહનું વીજશોકથી મોત થયા બાદ પુરાવાનો નાશ કરવા માટે અહીં નાખી જવાનો પર્દાફાશ વન વિભાગે કર્યો .

ગીર ગઢડાના નગડિયા ના ખેડૂતે મગફળીના પાકના રક્ષણ માટે વાડી ફરતે જીવંત વીજવાયર મૂક્યો હતો. જેના સંપર્કમાં આવવાથી વીજશોકના કારણે સિંહનું મોત થયું હતું. વાડીના માલીકે કૃત્ય ને દબાવવા માટે સિંહના મૃતદેહને ટ્રેકટરમાં નાખી મહોબતપરામાં રાવલ નદી માં પુલ નીચે છીછરા પાણીમાં નાખી ગયા હોવાની હકીકત જાણવા મળી છે. બનાવ અંગે વનવિભાગે વાડી માલિક અને તેના ભાગિયાને ઉઠાવી લીધાની જાણકારી મળી રહી છે

પ્રાપ્ત વિગત મુજબ ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામમાંથી પસાર થતી રાવલ નદીના બેઠા પુલ નીચે છીછરા પાણીમાં સિંહનો મૃતદેહ હોવાની જાણ થતા સરપંચને જાણ કરાઈ હતી. ત્યાર બાદ સરપંચે વન વિભાગને જાણકારી આપતા જસાધાર આર.એફ.ઓ એલ. બી. ભરવાડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળેપહોંચી ગયો હતો. અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જોવા મળ્યું હતું કે નદીમાં પાણીનો વધુ પ્રવાહ ન હતો અને પાણી ઊંડું પણ ન હતું છતાં તેમાં સિંહ ડૂબી જાય તેવી કોઈ સંભાવના ન હતી. આ શંકાના આધારે વિભાગે તપાસ કરતા નજીકથી ટ્રેક્ટરના વ્હીલના નિશાન મળ્યા હતા સાથે સાથે અન્ય કોઇ સ્થળે સિંહને મોતને ઘાટ ઉતારી પુરાવાનો નાશ કરાવવા અહીંયા નાખી ગયા હોઈ તેવી આશંકા ઉદભવી હતી

વીજશોકથી સિંહનું મોત, પૂરમાં તણાઈ જાય તો પુરાવા નો નાશ થઈ જાય તેમ માની રાવલ નદીમાં મૃતદેહ ફેંકી દીધો પુરાવા નો નાશ કરવા માટે અહી મૃત દેહ ફેંકી જવાયો હોવાની વિગતો સાંપડી હતી.

સાવજના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી નિરીક્ષણ કરાતા તેના મોંઢામાંથી લોહીના

નિશાન મળી આવ્યા હતા. આમ તેનું મોત ડૂબવાથી નહીં પરંતુ વીજ શોકથી મોત થયાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

વધુ તપાસમાં ખૂલ્લું હતું કે, ઘટના સ્થળથી દસેક કી.મી. દૂર આવેલા નગડિયા ગામે રહેતા મુકેશ બળદાણિયા અને તેની સાથે ભાગમાં જમીન વાવતા કમલેશ ક્લસરિયાએ વાડીમાં મગફળી વાવી હતી અને તેના રક્ષણ માટે ફરતે વીજ કરંટ સાથેનો વાયર લગાડ્યો હતો. વાડી જંગલથી નજીક હોઇ સિંહ અચાનક ત્યાં આવી ગયો હતો અને વાયરના સંપર્કમાં આવવાથી વીજશોકથી મોત થયું હતું. વાડી માલિક અને તેના ભાગીદારે પોતાના કૃત્યને છુપાવવા માટે મૃતદેહને ટ્રેક્ટરમાં ભરી નદીમાં ફેંકી આવ્યા હતા.

ધોકડવાના સીસીટીવી ચેક કરતા રાત્રે 1:45 વાગ્યે ટ્રેકટર જોવા મળ્યુ અને 2 વાગ્યે નદીમાં મૃતદેહ નખાયો હતો . બાદમાં વન વિભાગ ગણતરી ની ક્લાકોમાં આરોપી સુધી પહોંચ્યુ હાલ આર.એફ.ઓ ભરવાડ પુછતાછ કરી રહ્યા છે. બનાવ અંગે આર.એફ.ઓ ભરવાડે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સિંહનો મૃતદેહ કોઈ ફેંકી ગયાની વાત સામે હતી. અજાણ્યા સક્સો સામે ફરિયાદની તજવીજ હાધ ધરાઇ છે.

દરમિયાન સૂત્રોના જણાવ્યા મજબ રાવલ નદી પાસે ટ્રેક્ટરની ટ્રોલીના ચિલ્લા પણ જોવા મળ્યા છે. ફોરેસ્ટર અધિકારી ના જણાવ્યા મુજબ સાવજ નો મૃતદેહ મહોબતપરા રાવલ નદીના બેઠા પુલના પાણીમાં ફેંકી જવાયો હતો. વન વિભાગે મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. તેના એફ એસ.એલ.રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

તેમજ સિંહ નો મૃત દેહ ટ્રોલીમાં લઈ ને જઈ રહ્યા છે તેવી ખબર ના પડે માટે મૃતદેહ પર ચારો નાખી દીધો આરોપીઓએ સિંહનો મૃતદેહ છે તેવી ખબર ના પડે તે માટે ટ્રેક્ટરમાં તેને મૂક્યા પછી તેની પર ચારો નાખી ઢાંકી દીધો હતો.

વન વિભાગે 35થી વધુ સીસી ટીવી ચેક કર્યાં જેમાં એક ટ્રેક્ટર દેખાયું અને તેના નિશાન પણ ધટના સ્થળે થી મળી આવ્યા હતા

વધુ લોકોની સંડોવણીની શક્યતા હોવાની પણ આશંકા

વીજશોક બાદ તુરંત સિંહનું મોત થયું કે બાદમાં તે અંગે તપાસ કરાશે.

સિંહના મૃતદેહને એક માણસ ટ્રોલીમાં ના મુકી શકે જેથી અન્યની સંડોવણી છે. કે કેમ તેની પણ તપાસ ચાલુ

10 કીમી દૂર ફેંકવા જતી વખતે વનવિભાગ કે પોલીસ નથી તેની પણ રેકી કરાઇ હોવાની શંકા

કોઇને ખબર ન પડે તે માટે મોડી રાતે સિંહ ના મૃત દેહ ને ફેંકવામાં આવ્યો

જશાધાર વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી, મૃતદેતનો કબ્જો લીધો હતો.આગળની તપાસ હાથ ધરી

 

Back to top button
error: Content is protected !!