ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં સરકારી માધ્યમિક શાળા જસાધારના વિદ્યાર્થીઓને આનંદ ધરા વિદ્યા યજ્ઞ દ્વારા ATE કીયોસ્ક અર્પણ કરાયું
ગીર જંગલના છેવાડાના જસાધારમાં નવી સરકારી માધ્યમિક શાળા આ વર્ષે મંગલ પ્રારંભ થયો
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના જસાધાર ગામે
પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની ઉપસ્થિતિમાં સરકારી માધ્યમિક શાળા જસાધારના વિદ્યાર્થીઓને આનંદ ધરા વિદ્યા યજ્ઞ દ્વારા ATE કીયોસ્ક અર્પણ કરાયું
ગીર જંગલના છેવાડાના જસાધારમાં નવી સરકારી માધ્યમિક શાળા આ વર્ષે મંગલ પ્રારંભ થયો
નેસ થી દેશ સુધીની યાત્રાના સૂત્રને સાકાર કરવા સોનામાં સુગંધ ભળે અને ક્રાંતિકારી મુક્તાનંદ બાપુની ખાસ ઉપસ્થિતિમાં સરકારી માધ્યમિક શાળા જસાધારના વિદ્યાર્થીઓને ગુણવતાલક્ષી શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે આનંદધરા વિદ્યા યજ્ઞ દ્વારા ATE કિયોસ્ક શાળામાં અપૅણ કર્યું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા અને,ADI મોરી.ફોરેસ્ટ વિભાગમાંથી એ.સી.એફ ભાટિયા .તેમજ જસાધાર રેન્જ ફોરેસ્ટ વીરાભાઇ ચાવડા અને ફોરેસ્ટર વાળા તેમજ શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષણ પ્રેમી વ્યક્તિએઓ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે મુક્તાનંદ બાપુની ખાસ ઉપસ્થિતિમાં બાપુએ આ ગીર વિસ્તારના જસાધાર ગામે જે સરકારી માધ્યમિક શાળા શરૂ થઈ છે તે શિક્ષણ ક્ષેત્ર ખૂબ પ્રગતિ કરે તે માટે આશીર્વાદ આપ્યા અને આવનાર સમયની અંદર મુક્તાનંદ બાપુ અને જીસીઈઆરટીના પૂર્વ નિયામક અને હાલ આનંદધરા નિયામક ડોક્ટર નલિન પંડિતદ્વારા આનંદધરા જ્ઞાનયજ્ઞ આ ગીર વિસ્તારના બાળકોને રહેવા જમવા અને સુવિધા સાથે નિશુલ્ક શિક્ષણ મળી રહે તે માટે પ્રયાસ કરશે સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી. વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ મળી રહે તે માટે કાયમી શિક્ષકોની વ્યવસ્થા કરી અને શાળામાં જરૂરિયાત મુજબ વસ્તુઓ પૂરી કરી વિધાર્થીઓને ગુણવતા વાળુ શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેશે આ કાર્યક્રમને સારી રીતે સફળ બનવા માટે માધ્યમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ બલદાણીયા અને ADI વિજયસિંહ મોરી અને જસાધાર ગામના ઉત્સાહી યુવાન તખતસિંહ અને તેની આખી યુવા ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં નજીકના ગામના સરપંચઓ ગામના આગેવાનો અને શિક્ષકગણો અને વિધાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી