NATIONAL

સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ ઓન એર ન કરો – MIB

માહિતી અને પ્રસારણ મંત્રાલયએ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપી

રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની Ministry of Information and Broadcasting એ સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે 22મી એપ્રિલે થયેલા હીચકારા અને અમાનવીય હુમલામાં 26 નિર્દોષ પર્યટકોનો ભોગ લેવાયો છે અને 17થી વધુ ઘાયલ થયા છે. આ હુમલાનો જવાબ આપવા માટે ભારતીય સેના વિવિધ કદમ ઉઠાવી રહી છે. આ દરમિયાન જો સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ કરવામાં આવે તો આતંકવાદી સમૂહોને સતર્ક થઈ જવાની સંભાવના રહે છે. તેથી માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક એડવાઈઝરી બહાર પાડી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વધેલી સુરક્ષા ચિંતાઓ વચ્ચે આ એક મહત્વનો આદેશ કરાયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે એક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં સંરક્ષણ કામગીરીનું લાઈવ કવરેજ ન કરવું તેમજ Security forces ની મૂવમેન્ટ પણ ઓન એર ન કરવાની સલાહ અપાઈ છે.

આજે ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સક્રિય રીતે કાર્યરત 14 સ્થાનિક આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 20 થી 40 વર્ષની વયના આ લોકો પાકિસ્તાનના વિદેશી આતંકવાદીઓને લોજિસ્ટિક્સ અને ગ્રાઉન્ડ સપોર્ટ આપીને સક્રિય રીતે મદદ કરી રહ્યા છે. ઓળખાયેલા કાર્યકરો 3 મુખ્ય પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો હિઝબુલ મુજાહિદ્દીન (HM), લશ્કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. તેમાંથી 3 હિઝબુલ મુજાહિદ્દીન, 8 લશ્કર-એ-તોયબા અને 3 જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે. તેથી જો કોઈપણ મીડિયા હાઉસ સંરક્ષણ કામગીરી કે સુરક્ષા દળોની મૂવમેન્ટનું લાઈવ કવરેજ કરે તો આતંકવાદી સમૂહોને માહિતી મળી શકે તેમ છે. પરિણામે MIB દ્વારા એક એડવાઈઝરી જાહેર કરીને કેટલાક સલાહ સૂચન આપ્યા પાડ્યા છે.

Back to top button
error: Content is protected !!