ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માર્કેટિંગ યાર્ડ ફાળવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડ ની મુખ્યમંત્રીને રજૂઆત
ધોકડવા ગામ ગીર ગઢડા તાલુકાનું સૌથી મોટું ગામ અને અંદાજિત ધોકડવા ગામે 400 જેટલા વેપારીઓ હોય તેમ જ ધોકડવા ગામમાં 45 થી વધારે ગામોનું ખરીદી કેન્દ્ર ધરાવે છે
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માર્કેટિંગ યાર્ડ ફાળવવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડ ની મુખ્યમંત્રીને રજૂઆત
ધોકડવા ગામ ગીર ગઢડા તાલુકાનું સૌથી મોટું ગામ અને અંદાજિત ધોકડવા ગામે 400 જેટલા વેપારીઓ હોય તેમ જ ધોકડવા ગામમાં 45 થી વધારે ગામોનું ખરીદી કેન્દ્ર ધરાવે છે
તેથી ધોકડવા ગામે કપાસનું કોટન જીનીંગ પણ આવેલું હોય તેથી ધોકડવા ગામમાં આ વર્ષે સરકારશ્રી તરફથી ખરીફ અને રવિ બંને પાકોની તમામ ખરીદી કરવામાં આવે તેવી માંગણી સાથે ધોકડવા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે
સાથે સાથે ગીર ગઢડા તાલુકાનું ધોકડવા ગામ અંદાજી 15,000 થી વધારે વસ્તી ધરાવતું હોય અને 45 થી વધારે ગામોનું ખરીદીનું કેન્દ્ર હોય તેથી ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે જો માર્કેટિંગ યાર્ડ ફાળવવામાં આવે તો ગીર ગઢડા તાલુકાના નાના મોટા ખેડૂતો વેપારીઓ અને મજૂરોને ખૂબ મોટો ફાયદો થાય તેમ હોય છે
તેમજ ગીર ગઢડા તાલુકો બન્યો તેને ઘણો ટાઇમ વીતી ગયો છે છતાં ગીર ગઢડા તાલુકાના ખેડૂતોને પોતાનો તૈયાર પાક વેચવા માટે ઉના કોડીનાર સાવરકુંડલા કે મહુવા જવું પડતું હોય છે જેથી ખેડૂતોને પોતાનો તૈયાર પાક વેચવામાં ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે
તેમજ કમોસમી વરસાદની જો આગાહી હોય તો કિલોમીટરો સુધી ખેડૂતોને પોતાનો તૈયાર પાક લઈ જવામાં પાક પલળી જવાની પણ ભીતિ સેવાતી હોય તેથી ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે માર્કેટિંગ યાર્ડ ફાળવવા બાબતે ધોકડવા ગામના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનુભાઈ કવાડ એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે.