GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા ના ધોકડવા વિસ્તારને લીલી નાઘેર બનાવવા રાવલ નદી પર વધુ અન ગેટેડ વિયર ડેમ બનાવવા સરકારશ્રીની મંજૂરી અંદાજે ૪૩ કરોડ થી વધુના ખર્ચે આકાર પામશે ડેમ

ગીર ગઢડા ધોકડવા વિસ્તારમાં રાવલનદી ઉપર સરકારશ્રી દ્વારા વિયર ડેમ (રિચાર્જ સ્કીમ) બનાવવા માટે મંજૂરી

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર ગઢડા ના ધોકડવા વિસ્તારને લીલી નાઘેર બનાવવા રાવલ નદી પર વધુ અન ગેટેડ વિયર ડેમ બનાવવા સરકારશ્રીની મંજૂરી અંદાજે ૪૩ કરોડ થી વધુના ખર્ચે આકાર પામશે આ ડેમ
ગીર ગઢડા ધોકડવા વિસ્તારમાં રાવલનદી ઉપર સરકારશ્રી દ્વારા વિયર ડેમ (રિચાર્જ સ્કીમ) બનાવવા માટે મંજૂરી આપવામાં આવેલ. પ્રાપ્ત્ત વિગતો મુજબ ધોકડવા ગામની મધ્યમાથી રાવલનદી પસાર થાઈ છે.રાવલ નદીનું ઉદ્ભવ સ્થાન ચિખલ કૂબા ગામની ઉપર ૨-કી.મી અંતરે ફોરેસ્ટ વિસ્તારમાં રાવલ ડેમમાથી વેહતી આ નદી ઉના સામતેર થી દરિયામાં ભળી જાઈ છે. આ નદી ઉપર ખૂબ ઓછા ચેકડેમ હોવાથી રાવલ નદીનું પાણી દરિયામાં બિન જરૂરી વહી જતું હોવાથી વરસાદી પાણીના સંગ્રહ થાઈ તેવા ડેમની જરૂરિયાત હોવાથી આ બાબતે ઉના-ગીરગઢડા ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડ અને જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી ડાયાભાઈ જાલોધરા દ્વારા સરકારશ્રીમાં આ વિસ્તારમાં ડેમ થવાથી ધોકડવા અને આજુબાજુના ગામ નગડિયા,બેડીયા,સણોસરી,મોતિસર વગેરે ગામને ઉનાળામાં પીવાના પાણીની તંગી અને ખેડૂતોને ખેતી માટે પાણી ન હોવાને કારણે પડતી મુશ્કેલી,બાબતે વિગતવાર રજૂઆત કરવામાં આવેલ.જે અન્વયે સરકારશ્રી દ્વારા આ વિસ્તારમાં રાવલ નદી પર સર્વે કરાવી ગીરગઢડા તાલુકાનાં ધોકડવા ગામ પાસે રાવલ નદી પર ધોકડવા રિચાર્જ સ્કીમના કામને કુલ રકમ: ૪૩ કરોડ ૭૪ હજારની માન.મંત્રીશ્રી (જ.સં) દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી .આ વિસ્તારમાં ડેમ થવાથી આ વિસ્તારમાં હજારો વીઘા જમીનમાં ખેતી માટે પાણીનો પ્રશ્ન હલ થશે અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે,પાણીના તળ ઉપર આવશે જમીનમાં ભેજનું પ્રમાણ વધશે અને આ વિસ્તારમાં હરયાળી સવાઇ જશે.આમ આ વિસ્તારના આગેવાનો શ્રી હરેશભાઈ બલદાણીયા નગડિયા,દુલાભાઈ ગુજજર-ધોકડવા,સુરેશભાઇ હડિયા-બેડીયા,ભીખાભાઇ કીડેચા,કાંતિભાઈ માંળવી અને મોતિસર ગામના આગેવાનો દ્વારા ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડને રજૂઆત કરવામાં આવતી આખરે આ વિસ્તારને ધારાસભ્યશ્રી કાળુભાઇ રાઠોડના અથાગ પ્રયત્નો દ્વારા ધોકડવા જિલ્લા પંચાયતને સૌથી મોટા પ્રોજેકટ વિયર ડેમ અને ગ્રાન્ટ ફાળવી સરકારશ્રીએ ધોકડવા અને ગીર વિસ્તારને ભેટ આપી

Back to top button
error: Content is protected !!