કોડીનારમાં હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા નામદાર કોર્ટે બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
કોડીનાર હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો.

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
કોડીનાર હત્યા કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો.
કોડીનારમાં હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા નામદાર કોર્ટે બચાવપક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.
કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુ. ર. નં. ૧૧૩૧ / ૨૦૨૨ થીં આઈ. પી. સી. કલમ-૩૦૨ મુજબનો ગુનો નોંધી આરોપી હસન ઉર્ફે લખપતિ હુસેનભાઈ બેલીમ કોડીનાર વાળાની પોલીસે ધરપકડ કરી હતી.
કોડીનાર શહેરમાં રહેતા હસન ઉર્ફે લખપતિ હુસેનભાઇ બેલીમ વિરુદ્ધ ખુનનો ગુન્હો દાખલ કરી પોલીસે ધરપકડ કરી હતી જે અંગેનો કેસ સેસન્સ કોર્ટમાં ચાલતો હોય જેમાં સેસન્સ જજ સમક્ષ બચાવપક્ષે ઉનાના એડવોકેટ એમ. એ. હાલાઈ અને અંજના બેન જેઠવા દ્વારા ધારદાર દલીલો કરતા નામદાર અદાલતે આરોપીને ૨૯ મી જુલાઈ નાં રોજ નિર્દોષ ઠરાવી નેં છોડી મુકવા હુકમ કર્યો હતો.