GIR GADHADAGIR SOMNATH

મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વવર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે રોજ હજારો કબૂતરોને વિશાળ પ્રમાણમાં દાણા નાખવામાં આવે છે, જે મંદિરની વિશેષ ઓળખ બની ગઈ છે

મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

મધ્ય ગીરના સરની ખોડિયાર માતાજી મંદિરનું અનોખું આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ
ગીર પંથકના મધ્ય ગીર વિસ્તારમાં આવેલ સરની ખોડિયાર માતાજીનું અતિ પૌરાણિક મંદિર આજેય શ્રદ્ધા, ભક્તિ અને કરુણાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ મંદિરે રોજ હજારો કબૂતરોને વિશાળ પ્રમાણમાં દાણા નાખવામાં આવે છે, જે મંદિરની વિશેષ ઓળખ બની ગઈ છે.
મંદિર ખાતે સામાન્ય દિવસોમાં રોજે રોજ અંદાજે વીસથી પચીસ મણ ચણ કબૂતરોને અર્પણ કરવામાં આવે છે, જ્યારે ચોમાસા દરમિયાન આ માત્રા વધીને ત્રીસથી પાંત્રીસ મણ સુધી પહોંચી જાય છે. આ અનોખી સેવા માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પરંતુ જીવદયા અને પ્રકૃતિપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પણ છે.
સરની ખોડિયાર માતાજી મંદિર માત્ર કબૂતરો પૂરતું સીમિત નથી. અહીં અન્ય પક્ષીઓ માટે પણ નિયમિત દાણાની વ્યવસ્થા કરવામાં આવે છે. મોરોને ચોખા અને કાગડાઓને ખીચડી અર્પણ કરવામાં આવે છે, જે સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવે છે.
આ મંદિર મધ્ય ગીર વિસ્તારમાં આવેલું હોવાથી કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે અને શ્રદ્ધાળુઓ માટે આસ્થા તથા શાંતિનું વિશેષ સ્થાન ધરાવે છે. દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન માટે અહીં આવે છે. ભક્તોની સુવિધા માટે મંદિર પરિસરમાં રહેવા અને જમવાની ઉત્તમ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે.
પૌરાણિક કથાઓ, જીવદયા અને ભક્તિની પરંપરાને સાચવી રાખતું સરની ખોડિયાર માતાજીનું મંદિર આજે પણ ગીર પંથકની ધાર્મિક ઓળખ તરીકે વિશેષ સ્થાન ધરાવે છે અને ભાવિક ભક્તોને સતત આકર્ષિત કરે છે.
સરની ખોડિયાર મંદિર જવા માટે ચિખલકુબા ગામ થી બે કિલોમીટર અને વડલી ગામ થી પણ બે કિલો મીટર જેટલું અંતર થાય છે

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 170.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 35;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (0.47490776, 0.6794657);sceneMode: 32768;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 195.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 38;

 

Back to top button
error: Content is protected !!