GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
અંબાલા ચોકડી પાસે નજીવી બાબતે ચાર ઈસમોએ ભેગા મળી એક વ્યકિત ને માર મારી ધમકીઓ આપતા ફરીયાદ
તારીખ ૧૭/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઝેરના મુવાડા ગામે રહેતા સંદીપકુમાર પ્રતાપસિંહ રાઠોડ દ્વારા કલોલ પોલીસ માતા કે નોંધાવેલી ફરિયાદ ની વિગતો હતા તેઓ રવિવારે સાંજે અંબાલા ચોકડી પાસે એક દુકાન ઉપર બેઠા હતા ત્યારે કનકસિંહ પ્રવિણસિંહ ચાવડા,અશ્વિનભાઈ પ્રવીણભાઈ ચાવડા,મેહુલભાઈ પ્રવીણભાઈ ચાવડા અને અજયભાઈ વિક્રમભાઈ રાઠોડ ત્યાં આવ્યા હતા અને ગંદી ગાળો બોલી તો કેમ કહેતો હતો કે તમારે ઘેર ચાંદલો આવેલ તેમાં કોઈને કેમ બોલાવેલ નથી કેવી વાતો કેમ કરી તેમ કહીને સંદીપભાઈને ગદડા પાટુ નો માર માર્યો હતો. આ ઉપરાંત અશ્વિનભાઈએ ઈંટ લઈને સંદીપના માથામાં અને ખભા ઉપર મારી દીધી હતી ચારેવ ઈસમો દ્વારા જાન થી મારી નાખવાની ધમકી આપી હતી સરકારી દવાખાને સારવાર કરાવ્યા બાદ સોમવારે ચારેવ ઈસમો સામે ફરિયાદ નોંધાવતાં દાખલ કરી તપાસ કરી.