બાબરા 108 ની તીમે કર્યું દિલ ધડક રેસ્ક્યુ
રિપોર્ટ.. વિપુલ મકવાણા અમરેલી
દિલ ધડક રેસ્ક્યુ સાથે બાબરા 108 ટીમ તથા પોલીસ દ્વારા ત્રણ લોકોના જીવ બચાવાયા*
તારીખ-૧૭/૦૬/૨૦૨૫ ના રોજ રાત્રે ૩:૦૭ મિનિટે એક કેસ આવ્યો કોલર ને કોલ કરતા એમને જાણ થઈ કે અમારી કાર પાણી માં ડૂબી ગઈ છે તો તમે આવો અને એમને બચાવો નકર અમે મરી જસુ અમે કેસ આવતા જ ઘટનાસ્થળ પર જવા માટે રવાના થયા અમરેલી જીલ્લા ના બાબરા તાલુકાના લિંબડીયા અને નાની કુંડળ ગામ વચ્ચે એક પુલ પર પાણી ભરાતા એક કાર પાણી માં ડૂબી ગઈ હતી એ કાર માં 3 વ્યક્તિ હતા એક 5 વર્ષ નો છોકરો અને 2 ભાઈ હતા એ લોકો એ પોતાનો બચાવ કરી ને કાર પર આવી ગયા હતા પછી 108 ને કોલ કરી ને જાણ કરી અમને કેસ આવતા જ રવાના થયા EME Sir ને જાણ કરી અને ફાયર ને જાણ કરી ત્યારબાદ ઘટનાસ્થળે પોચ્યાં એટલે કોલર એ જણાવ્યું કે હવે અમારા માં જીવ આવ્યો 108 ને જોઇને એ લોકો ને પણ થોડી હિમ્મત આવી ગઈ ફાયર ની ટીમ પહોંચે એ પેલા પોલીસ ની ટીમ પોચી ગઈ અમારી સાથે પછી 108 ટીમ અને પોલીસ ની ટીમ દ્વારા ઘટનાસ્થળ ની સલામતી જોઈ ને દોરડા ની મદદ થી એ લોકો પાસે પોચી ને સલામતી પૂર્વક સલામત સ્થળ પર પહોચાડવામાં આવ્યા અને નજીક ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને એ લોકો એ 108 ની ટીમ અને પોલીસ ની ટીમ નો ખુબ ખુબ આભાર માન્યો.