થરા ખાતે ભક્તિનગર સોસાયટી માં શ્રીભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સોળમી ધ્વજા રોહણ (સાલગિરિ) ની ઉજવણી કરાઈ.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરે ભક્તિ નગર સોસાયટી મધ્યે શ્રી ભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સોળમી ધ્વજા રોહણ (સાલગિરિ) ની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

થરા ખાતે ભક્તિનગર સોસાયટી માં શ્રીભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સોળમી ધ્વજા રોહણ (સાલગિરિ) ની ઉજવણી કરાઈ.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગરે ભક્તિ નગર સોસાયટી મધ્યે પ.પૂ.આચાર્ય દેવશ્રી ભક્તિસુરીશ્વરજી મ. સા.,તપા ગચ્છાધિપતિ આ. દેવ શ્રી પ.પૂ.પ્રેમસુશ્વરીશ્વરજી મ. સા.ગચ્છાધિપતિ આ.દેવશ્રી કલ્પજયસુરીશ્વરજી મ.સા., ગચ્છાધિપતિ આ.દેવશ્રી પ.પૂ. શાંતિચંદ્રસુરીશ્વરજી મ.સા.ના દિવ્ય આશિષ થી સંવત ૨૦૮૨ ના નિજ જેઠ સુદ-૧૩ ને શનિવાર તા.૨૭/૦૬/૨૦૨૬ ના રોજ શ્રી ભક્તિ પાર્શ્વનાથ જિનાલયની સોળમી ધ્વજા રોહણ (સાલગિરિ) ની ભવ્ય ઉજવણી કરાઈ હતી.
શનિવારે સવારે ૫.૩૦ કલાકે પ્રભાતિયાં,૮ કલાકે સ્નાત્ર પૂજા, ૯ કલાકે ૧૭ ભેદી પૂજા,વાર્ષિક પૂજાના ચડાવવા,૨૦૮૩ ની ધ્વજારોહણના ચડાવવા, કુમારપાળ મહારાજા બનીને પ્રભુની આરતી ઉતારવાના સાથે અન્ય ચડાવવા બોલાવવા માં આવ્યા,૧૧ કલાકે અતિ આનંદ અને ઉલ્લાસ સાથે ધ્વજારોહણ કરવામાં આવેલ.૧૨ કલાકે કાયમી સ્વામીવાત્સલ્ય ના લાભાર્થી કાંતાબેન ચોથાલાલ ધાણધારા પરિવાર સંઘસ્વામીવાત્સલ્ય અને સાંજે ૭ કલાકે કુમારપાળ મહારાજા બની પરમાત્માની આરતી ભાગ્ય ભક્તિ ડ્રો કરવામાં આવેલ.આ પાવન અવસરે મહાચમત્કારી શ્રી ભક્તિ પાર્શ્વનાથ ભગવાનની ધ્વજારોહણના લાભાર્થી વેલાણી રમીલાબેન દિલીપકુમાર રસિકલાલ,સંઘરક્ષકશ્રી માણીભદ્રવીર દાદાની ધજાના લાભાર્થી શાહ ભાનુબેન મહેન્દ્રકુમાર હસ્તે-દેવાંશ, મોક્ષેસ,ધ્વની પરિવાર-ઉણ,શ્રી ભકિતસૂરિશ્વરજી મ.સા.ની ધજાના લાભાર્થી શાહ લીલાબેન પોપટલાલ હસ્તે- હંસાબેન સુરેશકુમાર શાહ,શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની ધજા ના લાભાર્થી ૫.પૂ.સા.શ્રી પ્રિયવંદીતા શ્રીજી મ.સા.તથા સા.શ્રી દેવવંદીતા શ્રીજી મ.સા. તથા પૂ.સા.શ્રી પૂર્વવંદીતા શ્રીજી મ.સા.ની પ્રેરણાથી શાહ રશ્મિકાબેન અતુલકુમાર શાહ, શ્રી માણીભદ્રવીર દાદાને શ્રીફળનું તોરણ બાંધવાના લાભાર્થી શાહ દેવીલાબેન કીર્તિલાલ અમૃતલાલ,સત્તરભેદી પૂજાના લાભાર્થી મહેતા કાન્તાબેન નટવરલાલ,૫.પૂ.સા. શ્રી સમકિત રત્નાશ્રીજી મ.સા. ની પ્રેરણાથી શ્રી કુમારપાળ મહારાજા બનીને પ્રભુની આરતી ઉતારવાના લાભાર્થી શાહ શુભદ્રાબેન રસિકલાલ પરિવાર હસ્તે-સુરેશભાઈ (આંબલુણ વાળા),શ્રી જીનાલય ના સુશોભનના લાભાર્થી ઝવેરી સૂર્યાબેન હસમુખલાલ ચંદુલાલ પરીવાર,શ્રી ધ્વજારોહણ બાદ પ્રભાવનાના લાભાર્થી શાહ રંજનબેન કનૈયાલાલ હસ્તે- આશાબેન જાખેલ,ભકિત ભાવનામાં ભાગ્ય ભકિત ડ્રોના લાભાર્થી સા.શ્રી ચંદ્રવદના શ્રીજી મ.સા.તથા સ્વ.રમીલાબેનના આત્મશ્રેયાર્થે હસ્તે-કુરીયા વિનોદલાલ,શ્રી લકઝરી બસ (અમદાવાદ થી થરા) ના લાભાર્થી વેલાણી રમીલાબેન દિલીપકુમાર રસિકલાલ,પધારેલ મહેમાનોની નવકારશીના લાભાર્થી હંસાબેન અરવિંદભાઈ ડેલીવાળા હસ્તે-કેતનભાઈ મુંબઈ સહીત અનેક લાભાર્થીઓએ લાભ લીધો હતો. જીતુભાઈ નાયક ના સંગીતના સુરાવાલીઓ સાથે પંડિત પ્રવીણભાઈ શાહ દ્વારા વિધિ વિધાન કરાવેલ.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530







