GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના બચકા ગામે થી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન કરતા જેસીબી મશીન સાથે ટ્રેકટર ઝડપી પાડયો

તારીખ ૧૫/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમને સોમવારે રાત્રે તપાસ દરમ્યાન માહિતી મળી કે કાલોલ તાલુકાના બચકા ખાતે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યુ છે જે આધારે ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમે રેડ કરતા માટી ખનન કરતા એક ટ્રેક્ટર એક જેસીબી મશીન મુદ્દામાલ કુલ રૂ ૪૦ લાખ નો મુદ્દામાલ કબજે કરી સિઝ કરી હાલોલ ખાતે રાખેલ છે. જેસીબી મશીન અને ટ્રેકટર માલીક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.






