કાલોલના બેઢિયા ગામે છોકરા ઘરના આંગણામાં રમવા બાબતે ઝગડા એ મોટું રૂપ ધારણ કરતા એકનું ઘટના સ્થળે મોત.

તારીખ ૨૪/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢિયા સબુર કાળું ની મુવાડી માં તારીખ ૨૨ મી માર્ચ ના રોજ પાંચ વાગ્યાની આસપાસ આ કામના મરણ જનાર સાહેદે આરોપીના છોકરાને તેઓના ઘર આગળ રમવા બાબતે ધોલ ઝાપટ કરેલ હોય તેની અદાવત રાખી રાત્રી સાડા દસેક વાગ્યા ની આસ પાસ ફરિયાદી નો છોકરો ઘર ની બાજુમાં છાપરા માં દિલીપ રહેતો હોય ત્યાંથી ફરિયાદી ની પત્ની બુમાંબૂમ કરતા ફરિયાદી ઉઠી ફરિયાદી જોવા જતા તેઓની ઘર ની સામે રહેતા સતીષભાઈ જસવંતભાઈ ચૌહાણ તેઓના હાથમાં ખોડી વાળી ભરવાડી લાકડી વડે માર મારતા હતા જેથી ફરિયાદી છોડાવવા વચ્ચે પડેલ બુમાં બુમ થતા આજુબાજુ ના ઘર ના માણસો ફરિયાદી ના ઘર પાસે આવી ગયા હતા આ કામના આરોપી તેના હાથમાં ખોડી વાળી ભરવાડી લાકડી લઈ આવી મરણ જનાર કહેલ કે મારા નાના છોકરાને કેમ મારેલ હતું તેમ કહી મરણ જનાર ના પેટ ના ભાગે તેમજ આખા શરીરે જેમ ફાવે તેમ ઉપરા છાપરી તેના પાસેની લાકડી વડે માર મારતા શરીરના અંદરના ભાગે કોઈ જગ્યાએ ઇજાઓ થતા સ્થળ ઉપર મરણ ગયેલ હોય તેમજ ફરિયાદી ની પત્નીને શરીર ડાબા ખભા ના ભાગે લાકડી વડે મારી માર મારી ઇજાઓ કરી મા બેન સમા ની ગાળો બોલતો બોલતો તેના ઘર આગળ જતો રહેલ હતો ત્યારબાદ ફરિયાદી ની પત્નીએ બુમાબુમ કરતા આજુબાજુના ઘરના માણસો ઊઠીને અમારા છાપરા પાસે આવી ગયેલ હતા અને ફરિયાદી ના મોબાઈલ ફોન ઉપરથી નરેન્દ્રસિંહ ભીમસિંહ ચૌહાણ એ 108 પર ફોન કરી ને જાણકારી આપી હતી ત્યારબાદ થોડી વારમાં 108 આવી ગયેલ અને 108 ના માણસોએ ફરિયાદી ના છોકરાને દિલીપને તપાસી મરણ ગયેલ હોવાનું જણાવેલ અને 108 વાળા ભાઈઓએ વેજલપુર પોલીસને જાણ કરેલ ત્યારબાદ પોલીસ પણ આવી ગયેલ હતી અને ફરિયાદી ના છોકરાની લાશ ને ખાનગી વાહનમાં મુકાવી ગોધરા સિવિલ હોસ્પિટલમાં પી એમ અર્થે ખસેડવામાં આવી હતી છોકરા ઘર આંગણ રમવા બાબતે ધોલ ઝાપટ ની અદાવત માં ઝગડા એ મોટું રૂપ ધારણ કરતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું જેથી વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






