BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જીલ્લામાં તબીબ સાથે હાલમાં બનેલા ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવા ગંભીર ગુનાના આરોપીને ગણતરીના દિવસોમાં ભરૂચ સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં 20 મી નવેમ્બર 2024 ના રોજ એક ગુનો નોંધાયો હતો.જેમાં બશીરઅહેમદ ઇબ્રાહીમભાઇ મહમદભાઇ મનમન નાઓ પ્રાઇવેટ ડૉકટર તરીકે વ્યવ્સાય કરે છે અને સીનીયર સીટીઝન છે. તેમના પર અજાણ્યા મોબાઇલ નંબરોથી કોલ આવ્યો હતો જેમાં આરોપીઓએ તેમને પોલીસ અધિકારી તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયાના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી વોટસએપ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મના માધ્યમથી મેસેજ તથા વિડિયો કોલ કરી ડીજીટલ અરેસ્ટ કરીને એકબીજા સાથે મળી આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરીયાદીની ધરપકડ કરવાની ધમકી આપી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન ના લેટરપેડ ઉપર બનાવટી સહી-સિક્કાવાળા ખોટા દસ્તાવેજો વોટસએપ ના માધ્યમથી મોકલી ફરીયાદીને ડરાવી-ધમકાવી બેંક એકાઉન્ટમાં રૂપિયા 14 લાખ અન્ય એકાઉન્ટમાં નખાવી છેતરપિંડી કરી હતી.

જેથી સાયબર ટીમે ગુનાની મોડસ ઓપરન્ડી જોતા આ ગુનો ઓનલાઇન ડીજીટલ હાઉસ અરેસ્ટ મોડસ ઓપરન્ડીથી બનેલી હોય અને ફરીયાદી સીનીયર સીટીઝન હોવાથી ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન તથા સુચના મુજબ ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા સોશીયલ મીડીયા તથા છેતરપીંડીના ગુનાઓમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.બારડ તથા પો.સ.ઇ.એલ.બી.સૈની નાઓના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ તપાસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપી પાર્થ મુકેશભાઇ પંચાલ પાટણની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

આ ગુનાના કામે મોબાઇલ નંબર,બેંક એકાઉન્ટ તથા દસ્તાવેજો અંગેની તપાસ કરી માહિતી મેળવવામાં આવેલી છે.જેમાં આરોપીઓએ ફરીયાદી પાસેથી મેળવેલા નાણા બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્જેક્શનની માહિતી મેળવી ટેકનીકલ એનાલીસીસ કરી હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ડિજિટલ હાઉસ અરેસ્ટ જેવી મોડસ ઓપરન્ડીથી છેતરપીડીં કરી ગુનો આચરતા ગેંગના સભ્યની ધરપકડ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!