GUJARATNAVSARIVANSADA

વાંસદા: શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

તા.૧૪ નવેમ્બર ૨૦૨૫ ના રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ એ કોટેજ હોસ્પિટલ માં ‘Diabetes acrose life stages’ થીમ આધારીત વર્લ્ડ ડાયાબિટીસ ડે ની ઉજવણી કરી. વર્લ્ડ ડાયાબિટીસ ડે (World Diabetes Day) દર વર્ષ 14 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને ડાયાબિટીસની સમસ્યાના વિષયમાં માહિતી આપવામાં આવી હતી અને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. આ પ્રસંગે ડાયાબિટીસના અટકવાના,  તેમજ વ્યાયામ અને પોષણ વિશેની માહિતી આપી હતી. લોકોએ ને એ પણ શીખવા મળ્યું કે કેવી રીતે કાળજી રાખવી, ખોરાકને કેવી રીતે નિયંત્રિત કરવો અને કયા પરીક્ષણો ક્યારે કરવાના એના વિશે માહિતી આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કમલેશ સિંહ ઠાકોર સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ, એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ, પ્રિન્સિપાલ દામિની બેન તથા સમગ્ર સ્ટાફ એ પોતાનું યોગદાન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!