તા.૨૯.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:સંત નિરંકારી મિશન દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
સંત નિરંકારી મિશનના સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત સુદીક્ષા માતાજીના માર્ગદર્શન હેઠળ મેગા રક્તદાન કેમ્પ નું આયોજન તારીખ.૨૯.૦૬.૨૦૨૫ મે સવારે ૯:૦૦ કલાકે જુનિયર રેલવે ઇન્સ્ટિટયૂટ, પરેલ ખાતે યોજવામાં આવ્યું હતું “રક્ત નાલિયો મેં નહીં નાડીઓ મેં બહેના ચાહિયે” તે ઉક્તિને ચરિતાર્થ કરતા ૨૦૦ થી પણ વધારે રક્ત દાતાઓ રક્તદાન કરવાનો ઉત્સાહ બતાવ્યો હતો આ પ્રસંગે ભુપેન્દ્ર ગડરિયા, રાજેશ બચાની, રેડક્રોસના ચેરમેન ગોપાલભાઈ ધાનકા, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા મંત્રી જવાહરભાઈ શાહ બ્લડ કેમ્પ ઓર્ગેનાઇઝર એન.કે.પરમાર તેમજ અન્ય મહાનુભાવો દ્વારા આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનો ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા અને ઝાયડસ હોસ્પિટલ બ્લડ બેન્ક ના ડોક્ટર શ્રીઓ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સભ્ય મુકુંદભાઈ કાબરા વાલા ડોક્ટર ધર્મેન્દ્ર અગ્રવાલ તેમજ બ્લડ બેન્ક નો સ્ટાફ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો