સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નશાની હાલતમાં રીક્ષા ચલાવતા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઇ.
તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં નશાખોરો બેફામ બન્યા છે અને નશાની હાલતમાં પણ વાહનો ઝડપાતાં રહે છે હજી લીમડી કોર્ટમાં નશો કરી અને જજની સામે રજૂ થયો હોવાને સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નશાની હાલતમાં યુવક બેફામ રિક્ષા ચલાવી અને રીક્ષા ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી અને પોતે પણ રીક્ષા નીચે દબાઈ ગયો હતો ત્યારે તાત્કાલિક ધોરણે વાહનો સમભાવી અને લોકોએ રિક્ષાને ઉભી કરી અને તેમાંથી તેને બહાર કાઢ્યો હતો ત્યાં થોડીવાર નશાની હાલતમાં જમીન ઉપર પડ્યા રહ્યા બાદ ફરીવાર રિક્ષા શરૂ કરી અને ચાલતો થયો હતો આ પુલ ઉપર બંને બાજુએ પોલીસ ચોકી સાવ નજીકમાં હોવા છતાં પણ ટ્રાફિક જામ થવા છતાં પણ એક પણ પોલીસ બેમાંથી એક પણ પોલીસ ચોકીની પોલીસ ઘટના સ્થળ ઉપર આવી નહોતી કારણ કે તેમને આગળથી જાણી લીધું હતું કે નશાની હાલતમાં ડ્રાઇવર રીક્ષા ચલાવતો હતો અને જેના કારણે પલટી મારી ગઈ હોવાના કારણે તેમાં ખાસ કાંઈ નવી નતું નહીં જેના કારણે પોલીસ ફરકી પણ નહીં અને નશા ચાલક પરિવાર પોતાની રીક્ષા શરૂ કરી અને ચાલતો થયો હતો ત્યારે લોકો પણ અચંબામાં પડી ગયા હતા કે અત્યારની પોરમાં આવો નસો કરી અને અકસ્માત સર્જવા માટે આવા વાહનો લઇ અને નીકળે છે ત્યારે પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી નહિ તેવા અનેક પ્રકારના સવાલો ચર્ચામાં ચાલ્યા હતા.




