હાલોલ:અસ્થિર મગજની મહિલાનું ઘર શોધીને સલામત રીતે ફેમિલી ને સોંપતી 181 હાલોલ ટીમ.
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૭.૨૦૨૫
થર્ડ પાર્ટી એ 181 માં કોલ કરીને જણાવેલ કે તેઓને એક અજાણી મહિલા મળી આવેલ છે જે ત્રણ દિવસ થી અમારા ગામ માં ફરતી જોવા મળે છે અને આજુ બાજુ તપાસ કરતા ક્યાંના છે તેની જાણ થતી નથી અને તે પાક્કું સરનામું આપી શકતા નથી તેથી મદદ માટે 181 ની ટીમ મોકલો.જેથી 181 ની ટીમ ગણતરી ના સમયમાં ઘટના સ્થળે પોહચીને હાજર બહેન સાથે વાતચીત કરેલ તે તેમનું પાક્કું સરનામું આપતાં ન હતા અને બે ત્રણ ગામોનું નામ બોલતા હતા.બેન સાથે સતત સહાનુભૂતિ થી વાતચીત કરતા તેમના પિયરનું સરનામું થોડું ઘણું જાણવા મળેલ તેમના પિયરમાં જતા જાણવા મળેલ કે તેમના પિયરમાં તેમનું કોઈ નથી પીડિતાને એકલી ત્યાં ના મુકતા આજુ બાજુ ના વ્યક્તિઓ પાસેથી સાસરીનું સરનામું શોધીને તેમને સલામત રીતે તેમના સાસરિવાળા ને સોંપેલ તેમની સાસરીમાંથી જાણવા મળેલ કે તેમને બે બાળકો પણ છે અને તેમની આવી સ્થિતિ બે વર્ષથી થઇ છે અને તે વારંવાર ઘરેથી નીકળી જાય છે અભયમ દ્વારા તેમના સાસરિવાળા ને સમજાવેલ કે પીડિતાનું ધ્યાન રાખે તેમના સાસરિવાળા જણાવતા હતા કે તેઓની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની દવા ચાલે છે. પરંતુ દવા સમયસર ન લેતા તેમની સ્થિતિ વધારે ગંભીર થઇ જાય છે.181 ની ટીમે પીડિતા ની સારવાર કરવાની સલાહ આપેલ અને 181 મહિલા હેલ્પલાઈન મદદ માટે ફોન કરી શકો એ પ્રમાણે માહિતી આપી હતી.અને આ રીતે માનસિક રીતે પીડિત બહેનને સલામત ઘરે પહોચાડવા માટે તેઓની ફેમિલીએ 181 ટીમનો આભાર માન્યો હતો.





