અંકલેશ્વર. અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મંદિર બનતા પહેલા શ્યામ ભજન સંધ્યા નું આયોજન કરાયું
અંકલેશ્વર ના જાણીતા બિલ્ડીંર અને સમાજ સેવા કરનાર વિજય અગ્રવાલ દ્વારા ને હા 48 પર એરપોર્ટ ની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહિયા છે.ત્યારે ત્યાં એક શ્યામ મંદિર નું ભવ્ય મંદિર પણ બનાવા જઈ રહિયા છે.ત્યારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ -અંકલેશ્વર દ્વારા એરપોર્ટ ની સામે 15 જુન ના રાત્રી ના 8 કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યા નું એક સુંદર આયોજન કરવા માં આવ્યું હતું.તે સંદર્ભ માં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થાય હતા. ભજન સંધ્યા માં ભજન ગાયક શ્રી રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાઈ લોકો ને જુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યા માં ખાટુધામ ના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામસિંહજી મહારાજ એ પણ ખાસ હાજરી આપી હતી. અને લોકો એ તેમના દર્શન પણ કર્યા અને શ્યામ ભજન સંધ્યા દરમિયાન જ્યોત ના પણ દર્શન કરી ભક્તો એ ખાટુધામ ની ધન્યતા અંકલેશ્વર માં અનુભવી હતી અને ભક્તો જુમીપણ ઉઠ્યા હતા. અને લોકો એ ભોજન ની મહાપ્રસાદી પણ લીધી હતી.
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર