GUJARATHALOLPANCHMAHAL
હાલોલ નગર ખાતે ગણેશ ઉત્સવના પર્વને લઈને ટાઉન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૭.૯.૨૦૨૪
હાલોલ નગરના મુખ્ય માર્ગો પર આજરોજ હાલોલ ટાઉન પોલીસના પીઆઇ કે.એ.ચૌધરી ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી.હાલ સમગ્ર દેશ ભરમાં આજથી ગણેશ ચતુર્થી ની ભવ્ય ઉજવણીનો આરંભ થયો છે.અને નગર ખાતે ગણેશજી દસ દિવસ નું આતિથ્ય માણવા પધાર્યા છે.ત્યારે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી ની તકેદારીના ભાગરૂપે હાલોલ ટાઉન પોલીસ દ્વારા આજે શનિવારે સાંજના સુમારે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.અને આ ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે હાલોલ ટાઉન પોલીસ દ્વારા આજે નગરના મુખ્ય માર્ગો તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું.જેમાં હાલોલ ટાઉન પીઆઇ કે.એ.ચૌધરી સહિત પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજાઇ હતી.





