GUJARATKUTCHMUNDRA

અદાણી એનર્જી સોલ્યુશન્સ એ ખાવડામાં 7 GW રિન્યુએબલ એનર્જી ઇવેક્યુએશન ટ્રાન્સમિશન નેટવર્કનો પ્રોજેક્ટ હાંસલ કર્યો.

વાત્સલ્યણ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

રુ. 4,091 કરોડનો 298 કિ.મી. (596 સરકીટ કિ.મી) ખાવડાના ચોથા તબક્કાના ભાગ-A પ્રોજેક્ટ હેઠળ ખાવડા રિનયુએબલ પાર્કમાંથી 7 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી નેશનલ ગ્રીડમાં સપ્લાય કરશે.

અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) દ્વારા આ પ્રોજેક્ટમાં સૌપ્રથમવાર એક સુરક્ષિત અને સ્થિર સિસ્ટમ ઓફર કરવામાં આવી, અચાનક પાવર વધ-ઘટ ના અસંતુલનને સંતુલિત કરી શકે તેવા ગ્રીડ-ફોર્મિંગ 300 MVAr STATCOM લગાવાનો સમાવેશ થાય છે.

આગામી 24 મહિનામાં AESL આ પ્રોજેક્ટનો BOOT (બિલ્ડ, ઓન, ઓપરેટ અને ટ્રાન્સફર) અનુસાર શરૂઆત કરશે.

આ સાથે AESL હવે 21,783 સરકીટ કિ.મી. ટ્રાન્સમિશન લાઇન અને 61,686 MVA ટ્રાન્સફોર્મેશન ક્ષમતા હાંસલ કરશે

મુન્દ્રા,તા- 02 સપ્ટેમ્બર 2024: ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ. પાસેથી ઇરાદા પત્ર (LOI) પ્રાપ્ત કર્યા બાદ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું છે તેવું આજે જણાવ્યું હતું. .ભારતના ઉર્જા ક્રાંતિમાં અગ્રેસર તરીકે આ પ્રોજેક્ટનો એવોર્ડ AESL ની સ્થિતિને વધુ મોટી બનાવવા સાથે ભારતમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ટ્રાન્સમિશન કંપની તરીકે ઊભરી આવે છે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જીના ઇવેક્યુએશન માટે RECPDCL દ્વારા આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે સ્થાપવામાં આવેલ સ્પેશિયલ પર્પઝ વેહીકલ ખાવડા IVA પાવર ટ્રાન્સમિશન લિમિટેડ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) દ્વારા હસ્તગત કરવામાં આવી છે. નેશનલ ગ્રીડનો ભાગ ખાવડા IVA ટ્રાન્સમિશન લાઇન ગુજરાતના ખાવડાથી લાકડિયા ખાવડાથી ભુજ 765 kV ડબલ સર્કિટ બન્ને લાઇનને જોડીને 4,500 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સ્થાપિત કરી 7 GW રિન્યુએબલ એનર્જી આગળ લઈ જવામાં મદદ કરશે.વિશ્વનો સૌથી મોટો 30 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથેનો ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક, વાતાવરણને સ્વચ્છ બનાવવા માટેની ડીકાર્બોનાઇઝેશનની ભારતના ઉદ્દેશમાં યોગદાન આપશે. AESLને અપાયેલ આ પ્રોજેક્ટ સ્વચ્છ ઉર્જા ટ્રાન્સમીટ કરવા માટે જરૂરી ક્રિટિકલ ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ બનાવે છે. ભારતના નેટ ઝીરો તરફ લઈ જવામાં અદાણી ગ્રૂપનો ખાવડાનો આ પ્રોજેક્ટ સીમાચિન્હ રૂપ બની રહશે.AESLને ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા મારફત આપવામાં આવેલ આ પ્રોજેક્ટ BOOT (બિલ્ડ, ઓન ઓપરેટ અને ટ્રાન્સફર) ધોરણે આગામી 24 મહિનામાં કાર્યાન્વિત કરાશે અને 35 વર્ષ સુધી તેની સંચાલન કરશે.આ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ બનાવવા માટે અદાણી ગ્રુપ 4,091 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં 300 MVAr STATCOM અને 3×1500 MVA, 1×330 MVAr, 765 kV અને 1×125 MVAr, 420 kV બસ રિએક્ટર સાથે 765/400 kV ઇન્ટર-કનેક્ટિંગ ટ્રાન્સફોર્મર (ICTs) ની સુવિધાનો પણ સમાવેશ થાય છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક માટે ખાવડા પાવર ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની તાતી જરૂર છે જે માત્ર વિશ્વકક્ષાની જ નહીં પણ હાલની પરિસ્થિત અનુસાર છે અને ભવિષ્ય માટે પણ સજ્જ છે. આ રોકાણ ફકત ખાવડામાં આવનાર સમયમાં જનરેટ થનાર 30 ગીગાવોટ હરીત ઉર્જાના ઇવેક્યુએશન માટે ટ્રાન્સમિશન નેટવર્ક જ સ્થાપિત નહીં કરે પણ ગ્રીડ સ્થિરતા પણ પ્રદાન કરશે. દેશ માટે આ પહેલનો ભાગ બનવાનું AESLને ગૌરવ છે કારણ કે આ નેટવર્ક રાષ્ટ્રીય ગ્રીડમાં હરીત ઉર્જાના નિરંતર પ્રવાહ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરી ભારતના નેટ ઝીરો ઉદ્દેશને પ્રોત્સાહન આપશે. એમ તેમણે કહ્યું હતું.માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્કઃ roy.paul@adani.com

Back to top button
error: Content is protected !!