તા.૧૨/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા તા. ૧૨ જૂનના રોજ આંબેડકરનગરમાં સર્વશક્તિ આંગણવાડી કેન્દ્ર ખાતે ઘરેલુ હિંસા અટકાવવાના હેતુસર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “સખી” વન સ્ટોપ સેન્ટરની કામગીરી અને મહિલાઓલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસ.ના સી.ડી.પી.ઓ.શ્રી અનસૂયાબેન ભેસદડિયા, મુખ્ય સેવિકાશ્રી ભવ્યતાબેન પરમાર, શી ટીમના શ્રી સ્મિતાબેન તેમજ ૧૮૧ અભયમ હેલ્પલાઈન, આંગણવાડી વર્કર્સ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરીની યાદીમાં જણાવાયું છે.