અલવા નજીક અમૃત વિદ્યાલય પાસેથી ચાલતા જતા શ્રમજીવી ને અજાણ્યા વાહને અડફેટે લઈ સ્થળ ઉપર મોત નિપજાવી ફરાર
તારીખ ૦૭/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ રોડ પાસે અલવા ગામે રહેતા કિરણભાઈ બાબુભાઈ બારીયા આજરોજ શુક્રવારે વહેલી સવારે છ વાગે પોતાના ઘરેથી નીકળીને કાલોલ તરફ ખેત મજૂરી કરવા માટે રોડ ની ડાબી બાજુએ ચાલતા જતા હતા ત્યારે વહેલી સવારે પોણા સાત ના સુમારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહનપુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને ચાલતા જતા કિરણને અથડાવી દેતા માથાના ભાગે વ્હીલ ફરીને ફેરવી દેતા અરેરાટી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા માથામાંથી માસ ના લોચા નીકળી ગયા હતા અને કિરણભાઈનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું અકસ્માત કરી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. વહેલી સવારે આઠેક વાગ્યાના સુમારે મૃતક ના પિતા બાબુભાઈને અકસ્માતની જાણ થતા તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કાલોલ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતક યુવકની લાશ રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે પીએમ માટે મોકલી મૃતક ના પિતા ની ફરિયાદ આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી સિનિયર પીએસઆઇ સી. બી.બરંડા દ્વારા શરૂ કરાઈ છે. મૃતક કિરણભાઈ નુ અકસ્માતે મોત થતા તેઓના ત્રણ બાળકો અને વૃદ્ધ પિતા નોધારા થઈ ગયા છે.






