GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં બાલમેળો યોજાયો.

તારીખ ૦૭/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
મનોરંજન સાથે જ્ઞાન મેળવે,વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની ખિલવણી કરવા કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં સોમવારે બાલમેળો યોજાયો હતો. જેમાં સીઆરસી કો.ઓ દિપકભાઈ અને આચાર્ય રમેશ પટેલના સયુંકત માર્ગદર્શન હેઠળ ધો ૧ થી ૫ નો બાલમેળો યોજવામાં આવ્યો હતો જેમ કાગળ કામ, ચીટક કામ, માટીકામ, એક પાત્ર અભિનય, બાળગીત, કાતર કામ, બાળવાર્તા, અને મહેંદી સ્પર્ધા નું તથા વિવિધ રમતોનું આયોજન શાળા ના શિક્ષકો નયનાબેન, કૈલાસબેન દ્વારા કરીને સુંદર રીતે બાલમેળો પૂર્ણ થયો હતો.





