NATIONAL

મણિપુરના વિષ્ણુપુરના ક્વાટામાં મૈતેઈ સમુદાયના ત્રણ લોકોની હત્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની

તાજેતરમાં ચુરાચંદપુર અને વિષ્ણુપુરએ હિંસાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટના બાદ એન.બીરેન સિંહની સરકાર સાથે ઉભેલુ મૈતેઈ સંગઠન પણ હવે તેમના વિરોધમાં જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં તેમના રાજીનામાની માંગ પણ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બિરેન સિંહ સરકાર સામે એક નવો પડકાર ઉભો થયો છે. મૈતેઈ સંગઠને એન.બિરેન સિંહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે મણિપુરમાં 800 વધારાના કેન્દ્રીય સુરક્ષા દળો મોકલ્યા છે.
કુકી પીપલ્સ એલાયન્સ અહીં એનડીએનું સાથી હતું. હવે આ પાર્ટીના બે ધારાસભ્યોએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું છે. બીજી તરફ, મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ (COCOMI) કહે છે કે, મણિપુરની સરકાર તેના લોકોના જીવનની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. બિરેન સિંહના ઘરની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ હતી અને કાગળો ફાડીને પ્રદર્શન કર્યું હતું.
29 જુલાઈએ COCOMIએ એક રેલી યોજી અને સરકારને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી. કોકોમીના નેતા જિતેન્દ્ર નિગોમ્બાએ ક્વાટામાં આતંકવાદીઓની ઘૂસણખોરી અને ત્રણ લોકોની હત્યા અંગે સરકારને પ્રશ્ન કર્યો હતો કે જ્યારે આસામ રાઈફલ્સના જવાનો ગામમાં હાજર હતા ત્યારે હુમલાખોરો લોકોના ઘરમાં કેવી રીતે ઘૂસ્યા હતા. હુમલાખોરોએ મોટે ભાગે એ જ શસ્ત્રોનો ઉપયોગ કર્યો જે તેઓએ 2જી ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના હેડક્વાર્ટરમાંથી લૂંટી લીધા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!