આમોદ તાલુકા સરકારી પુસ્તકાલય સેવકનો વિદાય સમારંભ યોજાયો
આ
ભાનુપ્રસાદ બાબુભાઈ પટેલે 25/4/ 1986 ના રોજ થી મહુવા સરકારી પુસ્તકાલયખાતે પટાવાળા તરીકે નિમણૂક પામ્યા હતા. તેઓનો નિખાલસ સ્વભાવ અને સેવા કરવાની ભાવના સાથે વર્ષ 2000 થી આમોદ સરકારી પુસ્તકાલય ખાતે બદલી થઈ હતી. અને વય નિવૃત્તિ થતા આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો. ઉપસ્થિતોએ તેમની 38 વર્ષની અવિરત સેવા ને બિરદાવી ભાનુપ્રસાદભાઈ પટેલના અધિકારીગણ, સ્ટાફગણ તથા વાચક મિત્રો સાથે સુમેળ ભર્યા વર્તન અને સ્વભાવના ગુણોનું દર્શન કરાવી ઉપસ્થિતો એ પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સૌની આંખોમાં અશ્રુની ઝલક જોવા મળી હતી
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .



