GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર બસ ડેપો દ્વારા વઢવાણ કંટ્રોલ પોઇન્ટ પર આજથી વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઈન રિઝર્વેશન સહિતની સુવિધાનો પ્રારંભ

તા.03/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વઢવાણ બસ સ્ટોપ પર આ સુવિધાથી અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે પરિવહનની સુવિધાઓ બહેતર બનશે. – જગદીશભાઈ મકવાણા

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રાજકોટ વિભાગના વઢવાણ કંટ્રોલ પોઈન્ટ પર નવ નિર્મિત બસ સ્ટોપ પર વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઈન રિઝર્વેશન સહિતની સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટ વિભાગના સુરેન્દ્રનગર બસ ડેપો દ્વારા વઢવાણ કંટ્રોલ પોઇન્ટ પર આજથી વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઈન રિઝર્વેશન સહિતની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સુવિધાથી અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે પરિવહનની સુવિધાઓ બહેતર બનશે વઢવાણ ડેપો પર કુલ એરાઇવલ ટ્રીપ 140, એક્સપ્રેસ ટ્રીપ 45, લોકલ ટ્રીપ 135 અને દૈનિક 1500 થી વધુ મુસાફરો અન્ય સ્થળોએ મુસાફરી કરે છે જ્યારે 997 જેટલા વિદ્યાર્થી પાસ અને 250 જેટલા મુસાફર પાસ પણ હવેથી આ ડેપો પર બનશે આ વિસ્તારના વિદ્યાર્થીઓ અને મુસાફરોને હવે આ બધી સુવિધાઓ માટે 7-8 કી.મી દૂર સુરેન્દ્રનગર જવું નહિ પડે કારણ કે હવે તેઓ ઘર આંગણે જ આ બધી સુવિધાઓનો લાભ મેળવી શકશે વધુમાં તેમણે આ સુવિધા માટે સરકારના એસ.ટી. વિભાગને અભિનંદન પાઠવ્યા હતાં આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, ધીરુભાઈ સિંધવ, મહેન્દ્રભાઇ પટેલ, વનરાજસિંહ, ડેપો મેનેજર વિપુલભાઈ ચૌધરી સહિત પદાધિકારીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!